તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વ:ફાગણ સુદ આઠમથી હોળાષ્ટક શરૂ થશે, પૂર્ણિમાએ હોળિકા દહન પછી શુભ કામ શરૂ થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોળાષ્ટકના દિવસોમાં નકારાત્મકતાથી બચવું અને ભગવાનના મંત્રોનો જાપ કરો

રવિવાર, 21 માર્ચના રોજ ફાગણ સુદ પક્ષની આઠમ તિથિ છે. આ દિવસથી હોળાષ્ટક શરૂ થઇ રહ્યા છે, જે પૂર્ણિમા તિથિએ હોળિકા દહન સુધી રહેશે. આ દિવસોમાં શુભ કામ કરવામાં આવતા નથી. હોળિકા દહન પછી ફરીથી શુભ અને માંગલિક કામ શરૂ થઇ જાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે હોળાષ્ટકનો અર્થ એટલે કે હોળીના પહેલાના આઠ દિવસ. પ્રાચીન સમયમાં આ દિવસોમાં હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને અનેક પ્રકારે કષ્ટ આપ્યાં હતા. આ દિવસોમાં નવા ઘરમાં પ્રવેશ, લગ્ન, મુંડન, નવા વેપારની શરૂઆત કરવાથી બચવાની સલાહ જ્યોતિષમાં આપવામાં આવી જાય છે.

જીવન કલેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા છે
જીવન કલેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા છે

આ દિવસોમાં પૂજા-પાઠ કરવું શ્રેષ્ઠ મનાય છેઃ-
હોળાષ્ટકના દિવસોમાં ભક્ત પ્રહલાદમાં ભગવાન વિષ્ણુની અતૂટ ભક્તિ કરી હતી. પ્રહલાદના પિતા હરિણ્યકશ્યપે પોતાના પુત્ર ઉપર અનેક અત્યાચાર કર્યા, અનેકવાર તેને મારવાની કોશિશની, પરંતુ દરેક વખતે વિષ્ણુજીની કૃપાથી તેના પ્રાણ બચી ગયાં. આ કારણે આ દિવસોમાં ભગવાન વિષ્ણુ માટે જાપ, તપ અને ધ્યાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસોમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઇએ. શિવજીના મંદિરમા શિવલિંગ ઉપર જળ ચઢાવવું જોઇએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળગોપાલની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.

હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવુ પણ જાણવા મળે છે
હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવુ પણ જાણવા મળે છે

હોળાષ્ટકના દિવસોમાં નકારાત્મક વિચારોથી બચવું-
માન્યતા છે કે હોળાષ્ટકના દિવસોમાં નકારાત્મક ઊર્જા સક્રિય રહે છે. જેના કારણે આપણાં વિચારોમાં પણ નકારાત્મકતા વધી જાય છે. હોળાષ્ટકની પહેલી તિથિ ફાગણ સુદ આઠમથી પૂર્ણિમા સુધી ગુસ્સો, ક્લેશ અને વાદ-વિવાદથી બચવું જોઇએ. આ દિવસોમાં મનને શાંત રાખવું અને ભગવાનનું ધ્યાન કરશો તો જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો