તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રત-ઉપવાસ:આજે ગણેશ ચતુર્થી, ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ અર્પણ કરો અને આ 12 મંત્રોનો જાપ કરો

18 દિવસ પહેલા
  • ગણેશ પૂજામાં બુધનાં મંત્ર ऊँ बुं बुधाय नम: નો 108 વખત જાપ કરો
  • મગનું દાન કરો

બુધવાર, 31 માર્ચ ફાગણ મહિનાની વદ પક્ષની ચોથ છે. આ દિવસે ગણેશજી માટે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માનાં જણાવ્યા પ્રમાણે બુધવાર અને ચતુર્થીના યોગમાં ગણેશજી સાથે બુધ ગ્રહ માટે પણ વિશેષ પૂજા કરવાથી કુંડલીમાંથી બુધનો દોષ દૂર થાય છે. પૂજામાં ગણેશજીના 12 મંત્રોનો જાપ કરવો જોઈએ.

સંકષ્ટ ચતુર્થી પર આ રીતે ગણેશ પૂજા કરો

  • ગણેશ પૂજા પર સ્નાન પછી ઘરના મંદિરમાં સોના, ચાંદી, તાંબુ, પિત્તળ કે માટીમાંથી બનેલા ભગવાન શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત કરો.
  • ગણેશજીને જનોઈ પહેરાવો. અબીલ, ગુલાલ, ચંદન, સિંદુર ચઢાવો. અક્ષત સહિત અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો.
  • गं गणपतये नम: નો જાપ કરો.
  • જાસૂદનું ફૂલ અને ગોળ ધરાવો.
  • પ્રથમ પૂજ્ય ગણેશજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલમાં સિંદુર મિક્સ કરીને ગણપતિને ચઢાવવાથી વિશેષ મનોકામના પૂરી થાય છે.
  • ગણેશજીના મંત્ર ऊँ गं गणपतयै नम: બોલીને દુર્વાની 21 ગાંઠ ચઢાવો. લાડુનો ભોગ કરો. કપૂરથી આરતી કરો. પૂજા પછી પ્રસાદ વહેચો.

ગણેશજીના આ 12 મંત્રોનો જાપ કરો:
ऊँ गणाधिपतयै नम:, ऊँ उमापुत्राय नम:, ऊँ विघ्ननाशनाय नम:, ऊँ विनायकाय नम:, ऊँ ईशपुत्राय नम:, ऊँ सर्वसिद्धप्रदाय नम:, ऊँ एकदन्ताय नम:, ऊँ इभवक्त्राय नम:, ऊँ मूषकवाहनाय नम:, ऊँ कुमारगुरवे नम:

બુધ ગ્રહ માટે આ શુભ કામ કરો
બુધવાર અને ચતુર્થીના યોગમાં બુધ ગ્રહની વિશેષ પૂજા કરો. મગનું દાન કરો. ગણેશ પૂજામાં બુધનાં મંત્ર ऊँ बुं बुधाय नम: નો 108 વખત જાપ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો