તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વ:એપ્રિલમાં રામ નવમી, ચૈત્ર નવરાત્રી જેવા તહેવારો આવશે, જાણો કયા દિવસે શુભ કાર્ય કરવું

એક મહિનો પહેલા
  • મંગળવારે 27 એપ્રિલે ચૈત્ર માસની પૂનમ છે. આ તિથી પર હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવશે

2021નો ચોથો મહિનો એપ્રિલ શરૂ થઈ ગયો છે. આ મહિનામાં હિન્દુ પંચાંગનું નવું વર્ષ પણ શરૂ થશે. અત્યારે હિન્દુ પંચાંગનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. જાણો એપ્રિલની ખાસ તિથિ અને તહેવાર...

શીતળા સપ્તમી- રવિવારે 4 એપ્રિલે શીતળા સપ્તમી છે. ત્યારબાદ સોમવારે શીતળા અષ્ટમી છે. આ તિથિ પર ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે. આ તિથીના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે.

પાપમોચની એકાદશી- ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી બુધવારે 7 એપ્રિલે છે. તેને પાપમોચન એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે અને કેસર મિશ્રિત દૂધથી બાલ ગોપાલનો અભિષેક કરવામાં આવે છે.

ચૈત્ર મહિનાની અમાસ- રવિવારે 11 એપ્રિલે ચૈત્ર મહિનાની અમાસ છે. આ વખતે પંચાંગના ભેદને કારણે સોમવાર, 12 એપ્રિલે પણ અમાસની તિથી રહેશે. આ દિવસે પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરો. આ તિથી પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન આપવાની પરંપરા છે.

ચૈત્ર નવરાત્રી - મંગળવારે 13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે. આ દિવસે ઘટ સ્થાપના કરવામાં આવશે અને ગુડી પડવાની પણ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે વિક્રમ સંવત 2078 શરૂ થશે.

ગંગોર તીજ- ગુરુવારે 15 એપ્રિલે ગંગોર તીજ છે. આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે આ પૂજાથી વિવાહિત જીવનમાં સુખ-શાંતિ રહે છે.

વિનાયક ચતુર્થી- શુક્રવારે 16 એપ્રિલે વિનાયક ચતુર્થી છે. ભગવાન ગણેશની વિશેષ પૂજા માટે આ મહત્વપૂર્ણ તિથી છે.

દુર્ગાષ્ટમી- મંગળવારે, 20 એપ્રિલે દુર્ગાષ્ટમી છે. આ દિવસે ઘણા લોકો તેમની કુળદેવીની પૂજા કરે છે.

શ્રીરામ નવમી- બુધવારે 21 એપ્રિલે શ્રીરામ નવમી છે. આ દિવસે ચૈત્ર નવરાત્રી પૂરી થશે અને શ્રીરામ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. દેવી દુર્ગા અને શ્રીરામની પૂજા ખાસ કરીને કરવી.

કામદા એકાદશી- શુક્રવારે 23 એપ્રિલે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી છે. તેને કામદા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે.

મહાવીર જયંતી- રવિવારે 25 એપ્રિલે મહાવીર જયંતી છે. તે જૈન ધર્મનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે મહાવીર સ્વામીની વિશેષ પૂજા કરવી જોઈએ.

ચૈત્ર પૂનમ - મંગળવારે 27 એપ્રિલે ચૈત્ર માસની પૂનમ છે. આ તિથી પર હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે ચૈત્ર માસ પૂરો થશે. 28 એપ્રિલથી વૈશાખ મહિનો શરૂ થશે.

ગણેશ ચતુર્થી - 30 એપ્રિલ, શુક્રવારે ગણેશ ચતુર્થી વ્રત છે. આ તિથી પર ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો