તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપાસના:છઠ્ઠ પૂજા 20 તારીખે, સૂર્યને જળ અર્પણ કરી અર્ધ્ય મંત્ર બોલો; ગોળનું દાન કરો

6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણે પોતાના પુત્ર સાંબને જણાવ્યું હતું સૂર્ય પૂજાનું મહત્ત્વ

સૂર્યની આરાધનાનો મહાપર્વ છઠ્ઠ પૂજા 18 નવેમ્બરથી શરૂ થયો છે. 20 અને 21 નવેમ્બરે સૂર્યને વિશેષ અર્ધ્ય આપવામાં આવે છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, છઠ્ઠ પૂજા સિવાય પણ દરરોજ સૂર્યની પૂજા કરવી જોઈએ. આ પૂજાથી ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. દરરોજ સવારે સૂર્યોદયના સમયે અર્ધ્ય અર્પિત કરવું જોઈએ.

ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત ભવિષ્ય પુરાણના બ્રાહ્મપર્વ અનુસાર, શ્રીકૃષ્ણે પોતાના પુત્ર સાંબને સૂર્ય પૂજાનું મહત્ત્વ જણાવ્યું છે.

બ્રાહ્મપર્વના સૌરધર્મમાં સદાચરણ અધ્યાયમાં જણાવ્યું કે, જે લોકો સૂર્ય દેવને જળ અર્પણ કરે છે, તેમણે સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ.

દરરોજ સવારે સૂર્યને પ્રથમ વાર જોઈ સૂર્યના મંત્રોનો જાપ કરવો જોઈએ.

સૂર્ય મંત્ર: ऊँ सूर्याय नम:, ऊँ आदित्याय नम:, ऊँ भास्कराय नम: મંત્રનો જાપ કરવો. ઘરની બહાર ક્યાંક જતાં સમયે પણ સૂર્ય મંદિર જોવા મળે તો સૂર્યદેવને પ્રણામ જરૂર કરો.

સૂર્યને જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. રવિવારે ગોળનું દાન કરો. જળ અર્પણ કરતાં સમયે સૂર્યને ન જુઓ. જળની ધારામાં સૂર્યદેવના દર્શન કરો.

જે લોકોની કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં નથી, તેમણે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. તેનાથી સૂર્યના દોષ દૂર થાય છે. સૂર્ય દેવની કૃપાથી ઘર પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.

અર્ધ્ય આપતા સમયે સૂર્ય અર્ધ્ય મંત્રનો જાપ કરો
ऊँ ऐही सूर्यदेव सहस्त्रांशो तेजो राशि जगत्पते।

अनुकम्पय मां भक्त्या गृहणार्ध्य दिवाकर:।।

ऊँ सूर्याय नम:, ऊँ आदित्याय नम:, ऊँ नमो भास्कराय नम:। अर्घ्य समर्पयामि।।

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો