તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રત:7 એપ્રિલે બુધવાર અને એકાદશીનો યોગ; કેસર મિશ્રિત દૂધથી વિષ્ણુજીનો અભિષેક કરો અને ફળ ચઢાવો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 7 એપ્રિલના રોજ ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશી છે. આ તિથિને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ ભગવાન માટે પૂજા અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. બુધવાર અને એકાદશીનો યોગ હોવાથી વિષ્ણુજી સાથે જ ગણેશજીની પણ વિધિવત પૂજા કરો.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બુધવાર અને એકાદશીના યોગમાં આ શુભ કામ કરી શકાય છે...

હિંદુ પંચાંગના એક મહિનામાં બે પક્ષ હોય છે અને દરેક પક્ષમાં એકાદશી આવે છે. આ પ્રકારે 12 મહિનામાં કુલ 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિકમાસ હોય છે, ત્યારે 26 એકાદશી આવે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે. ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશી બધા પાપના અસરને દૂર કરી શકે છે. આ દિવસે દાન પણ કરવું જોઇએ.

એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની વિધિવત પૂજા કરો. ઘરના મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરો. સૌથી પહેલાં શ્રીગણેશની પૂજા કરો. તે પછી દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો.

પૂજામાં ફળ-ફૂલ, ગંગાજળ, વસ્ત્ર, ધૂપ-દીપ અને પ્રસાદ વગેરે વસ્તુઓ દેવી-દેવતાઓને ચઢાવો. ભોગ ધરાવો. વિષ્ણુજીને તુલસીના પાન સાથે પ્રસાદ ચઢાવો જોઇએ. ધૂપ-દીપ પ્રગટાવીને ભગવાનની આરતી કરો.

જે લોકો એકાદશી વ્રત કરે છે, તેમણે આખો દિવસ અનાજનો ત્યાગ કરવો જોઇએ. દિવસમાં ફળાહાર કરી શકે છે. રાતે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવવો. ભગવાનના મંત્રનો જાપ કરવો. બીજા દિવસે એટલે બારસના દિવસે કોઇ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. તે પછી અનાજ ગ્રહણ કરો.

બુધવાર અને એકાદશીના યોગમા આ શુભ કામ પણ કરવું જોઇએઃ-
ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ 108વાર કરો. ગણેશજીની પૂજા ગજાનંદ સ્વરૂપમાં કરવામાં આવે છે. એટલે કોઇ હાથીને શેરડી ખવડાવો. ગણેશજી સાથે જ રિદ્ધિ-સિદ્ધિની પણ પૂજા કરો. જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

કોઇ વિષ્ણુ-લક્ષ્મી મંદિરમાં કેળા અને સિઝનલ ફળ અર્પણ કરો. વિષ્ણુજીને પીળા વસ્ત્ર ચઢાવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો