રક્ષાબંધન / સોમવારે સવારે 9-30 વાગ્યા સુધી ભદ્રાયોગ રહેશે, તે પછી આખો દિવસ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકાશે

Bhadrayog will be held on Monday from 9-30 am, after which the festival of Rakshabandhan can be celebrated all day long.
X
Bhadrayog will be held on Monday from 9-30 am, after which the festival of Rakshabandhan can be celebrated all day long.

  • રાખડી બાંધવાનું સૌથી શ્રેષ્ઠ શુભ મુહૂર્ત બપોરે 01.48 વાગ્યાથી સાંજે 04.29 વાગ્યા સુધી રહેશે

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 08:07 AM IST

શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 3 ઓગસ્ટના રોજ સોમવારે ઉજવાશે. ખાસ વાત એ છે કે, આ દિવસે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે. રક્ષાબંધનના દિવસે ભદ્રાયોગ સવારે 9.30 વાગે પૂર્ણ થઇ જશે. જેના કારણે આખો દિવસ રાખડી બાંધી શકાશે. આ દિવસે બહેન પોતાના ભાઇને રાખડી બાંધીને તેમના ખુશહાલ જીવનની કામના કરે છે. ભાઈ પણ પોતાની બહેનને તેમની રક્ષાનું વચન આપે છે.

રાખડી બાંધવાનું મુહૂર્તઃ-
3 ઓગસ્ટે સવારે 9.30 વાગ્યા પછી કોઇપણ સમયે રાખડી બાંધી શકાય છે. જોકે, રાખડી બાંધવાનું સૌથી શ્રેષ્ઠ શુભ મુહૂર્ત બપોરે 01.48 વાગ્યાથી સાંજે 04.29 વાગ્યા સુધી રહેશે. બીજા શુભ મુહૂર્તની વાત કરવામાં આવે તો તે સાંજે 07.10 વાગ્યાથી રાતે 09.17 વાગ્યા સુધી રહેશે. રક્ષાબંધનનો તહેવાર રાતે 09.17 વાગ્યા સુધી રહેશે.

રક્ષાબંધન કેવી રીતે ઉજવશો?
સૌથી પહેલાં રાખડીની થાળી સજાવી લો. જેમાં ચંદન, ચોખા, દહીં, રાખડી અને મીઠાઈ રાખો. ઘી નો દીવો પણ પ્રગટાવી લો. રાખડી અને પૂજાની થાળ સૌથી પહેલાં ભગવાનને સમર્પિત કરો. ત્યાર પછી ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો. ભાઈના માથા ઉપર તિલક કરો. રાખડી બાંધો અને આરતી કરો. ત્યાર બાદ ભાઈને મીઠાઈ ખવડાવો. ત્યાર બાદ તમારા વડીલોના આશીર્વાદ લો.

રાખડી બાંધતી વખતે બહેને આ મંત્રનો જાપ કરવોઃ-
ॐ येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।।

રક્ષાબંધન તહેવારનું મહત્ત્વઃ-
આ પર્વ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પ્રચલિત છે. જેના પ્રમાણે એકવાર દેવતાઓ અને અસુરોમાં યુદ્ધ શરૂ થઇ ગયું હતું. જેમાં દેવતાઓએ પરાજિત થવાની સ્થિતિ સમજાઇ રહી હતી. ત્યારે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ દેવતાઓના હાથમાં રક્ષા કવચ બાંધ્યું હતું. જેના કારણે દેવતાઓને વિજય પ્રાપ્ત થયું. એવું માનવામાં આવે છે કે, આ રક્ષાનું વિધાન શ્રાવણ મહિનાની પૂનમ તિથિએ જ શરૂ કરવામાં આવ્યું હતું.

ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-

सर्वरोगोपशमनं सर्वाशुभविनाशनम्।
सकृत्कृते नाब्दमेकं येन रक्षा कृता भवेत्।।

રક્ષાબંધન પર્વમાં ધારણ કરવામાં આવેલ રાખડી બધા જ પ્રકારના રોગ અને અવગુણોથી બચાવે છે. આ રાખડી વર્ષમાં એકવાર ધારણ કરવાથી આખું વર્ષ વ્યક્તિની રક્ષા થાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી