ગંગા સાતમ:આ ખાસ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ અને જળદાનથી પુણ્ય મળે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વૈશાખ મહિનાની સુદ સાતમનાં દિવસે ગંગા સાતમની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગંગા સાતમ 8 મે, રવિવારના રોજ છે. આ ખાસ દિવસે ગંગા સ્નાન, વ્રત-પૂજા અને દાનનું વિશેષ મહત્વ છે. જે લોકો ગંગાજીમાં સ્નાન કરવા નથી જઈ શકતા તે લોકો ઘરમાં જ પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરે છે તેમને તીર્થ સ્નાનનું જ પુણ્ય મળે છે. ગંગા સાતમનાં ખાસ દિવસે પાણી ભરેલી માટલી દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે બીજી વાર પ્રગટ થયા હતા ગંગાજી
પુરીના જ્યોતિષચાર્ય ડો.ગણેશ મિશ્ર જણાવે છે કે, મહર્ષિ જહનું જયારે તપસ્યા કરતા હતા ત્યારે તેને વારંવાર ગંગાજીના અવાજને કારણે ધ્યાન ભટકી જતું હતું. જેના કારણે તેમને ગુસ્સામાં આવીને તપના બળથી ગંગાજીને પી લીધા હતા. પરંતુ બાદમાં જમણા કાનથી ગંગાજીને પૃથ્વી પર છોડી દીધા હતા. તેથી આ દિવસને ગંગાજીનો પ્રાગટ્ય દિવસ પણ માનવામાં આવે છે. તે દિવસથી ગંગાજીનું નામ જ્હાન્વી પડ્યું છે.

શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યો છે ગંગાજીનો ઉલ્લેખ
શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ગંગા મહિમા જણાવતા શુકદેવજી રાજા પરીક્ષિત કહે છે કે, જયારે શરીરની રાખ ગંગાજળમાં મળવાથી રાજ સાગરના પુત્રોનો મોક્ષ થયો હતો, તો ગંગાજળ પીવાથી કે તેમાં સ્નાન કરવાથી પણપુણ્ય મળે છે. વૈશાખ મહીનાંની સુદ સાતમના દિવસે ગંગાસ્નાન, અન્ન અને કપડાનું દાન, જપતપ અને ઉપવાસ કરવામાં આવે તો પાપ દૂર થાય છે.

ગંગા સ્નાન કરવાથી આ 10 પાપમાંથી મુક્તિ થાય છે
વૈશાખ માસના શુક્લ પક્ષની સાતમના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને અનંત પુણ્ય ફળ મળે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી 10 પ્રકારના પાપોનો નાશ થાય છે.

સ્મૃતિ ગ્રંથમાં દસ પ્રકારના પાપ બતાવવામાં આવ્યા છે. કાયિક, વાચિક અને માનસિક. ત્રણ કાયિક એટલે કે શારીરિક પાપમાં બીજાની વસ્તુ લાવી, શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી હિંસા કરવી, પર સ્ત્રી પાસે જવું. વાચિક પાપમાં ખરાબ અને ખોટું બોલવું, પીઠ પાછળ કોઈની વાત કરવી અને ફાલતુ વાતો કરવી. આ સિવાય બીજાની વસ્તુ અન્યાયથી લેવાનો વિચાર કરવો, કોઈ સાથે ખોટું કરવાની મનમાં ઈચ્છા રાખવી, ખોટા કામ માટે જીદ કરવી આ ત્રણ માનસિક પાપ છે.