આ વર્ષે માર્ચ મહિનો ખૂબ જ ખાસ રહેશે. કારણ કે તેમાં હોળીની સાથે જ ગુડી પડવા, રામનવમી જેવા મોટા તીજ-તહેવાર રહેશે. મહિનો જ્યોતિષીય દ્રષ્ટિએ પણ ખાસ રહેવાનો છે, કારણ કે માર્ચમાં જ પાંચ ગ્રહોની ચાલ બદલાશે.
જાણો આ મહિનાના ખાસ તારીખો અને એ દિવસોમાં કયા શુભ કામ કરી શકાય છે...
6 માર્ચ, સોમવારઃ- આ તારીખે સાંજે હોળીની પૂજા કરવામાં આવશે. પછી સૂર્યાસ્ત પછી રાત્રે હોળી દહન કરવામાં આવશે.
7 માર્ચ, મંગળવારઃ- આ દિવસે વ્રતની ફાગણ પૂનમ છે. તેના બીજા દિવસે બુધવારે ધૂળેટી રમવામાં આવશે.
11 માર્ચ, શનિવારઃ- આ તારીખે સંકષ્ટી ગણેશ ચતુર્થીનું વ્રત રહેશે. આ દિવસે ગણેશજીના 12 નામોની પૂજા કરવામાં આવશે અને વ્રત રાખવામાં આવશે.
10 માર્ચ, રવિવારઃ- આ દિવસે રંગ પંચમીનું પર્વ રહેશે. ઉત્તર ભારત અને મધ્યપ્રદેશના મોટાભાગના શહેરોમાં હોળી પછી પાંચમી તિથિ પર ફરીથી એક-બીજાને રંગ લગાવીને તહેવાર મનાવવામાં આવે છે.
14 માર્ચ, મંગળવારઃ- આ તારીખે શીતળા સપ્તમી વ્રત કરવામાં આવશે. આ દિવસે દેવી શીતળાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને આખો દિવસ ભોજન નથી બનતું. આ દિવસે પહેલાં બનેલ ઠંડુ ભોજન ખાવામાં આવે છે.
15 માર્ચ, બુધવારઃ- આ દિવસે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. એટલા માટે મીન સંક્રાંતિ પર્વ ઉજવાશે. આ દિવસથી એક મહિના સુધી ખર માસ રહેશે. આ દરમિયાન માંગલિક કામ નહીં કરવામાં આવે.
18 માર્ચ, શનિવારઃ- આ દિવસે ફાગણ મહિનાની બીજી એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજાની સાથે જ પાપમોચિની એકાદશી વ્રત કરવામાં આવશે.
21 માર્ચ, મંગળવારઃ- આ તારીખે ફાગણ મહિનાની અમાસ છે. મંગળવાર હોવાથી આ ભૌમાવસ્યા સંયોગ કહેવાશે. આ દિવસે કરવામાં આવેલ સ્નાન-દાન અને પૂજા-પાઠનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.
22 માર્ચ, બુધવારઃ- આ દિવસે ચૈત્ર મહિનાની એકમ છે. આ દિવસે વાસંતી નવરાત્રિ અર્થાત્ ચૈત્ર નવરાત્રિ ઉજવાશે અને સનાતન નવવર્ષ શરૂ થઈ જશે. આ દિવસે ગુડી પડવા પર્વ પર રહેશે.
24 માર્ચ, શુક્રવારઃ- આ તારીખે ચૈત્ર મહિનાની તૃતીયા તિથિ રહેશે. આ દિવસે માહાગન મહિલાઓ સૌભાગ્ય માટે ગણગોર તીજનું વ્રત રાખશે.
30 માર્ચ, ગુરુવારઃ- આ દિવસે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નવમી છે, આ દિવસે શ્રીરામનો પ્રગટ્ય દિવસના રૂપમાં રામનવમી પર્વ ઉજવવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.