તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17 ઓક્ટોબર સુધી અધિકમાસ:પુરુષોત્તમ માસમાં સુખ-સમૃદ્ધિ વધારનાર 5 શુક્રવારનો સંયોગ બની રહ્યો છે, ખરીદારી અને રોકાણ માટે આ મહિનો શુભ

એક વર્ષ પહેલાલેખક: વિનય ભટ્ટ
  • કૉપી લિંક
  • અધિકમાસનો પહેલો અને છેલ્લો દિવસ પણ શુક્રવાર રહેશે, આ મહિને ગુરુ અને શનિનું પોતાની જ રાશિમાં રહેવું શુભ

18 સપ્ટેમ્બરથી શરૂ થયેલો અધિકમાસ 17 ઓક્ટોબર સુધી ચાલશે. શુક્રવાર અને ઉત્તરા ફાગણ નક્ષત્રના સંયોગમાં શરૂ થતો અધિકમાસ સુખ અને સમૃદ્ધિ વધારનાર રહેશે. આ મહિને ખરીદારી અને શુભ કાર્યોનો પૂર્ણ ફાયદો મળશે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ મહિનામાં 5 શુક્રવારનો સંયોગ બની રહ્યો છે. આ કારણે આ મહિનો ખરીદારી, રોકાણ, લેવડ-દેવડ અને અન્ય કાર્યોમાં શુભફળ આપનાર રહેશે. આ સિવાય આ મહિને ધર્મ અને જ્ઞાનના ગ્રહ બૃહસ્પતિ અને તેની સાથે શનિ પોતાની જ રાશિમાં રહેશે. આ પ્રકારે અન્ય ગ્રહોની સ્થિતિ પણ અનુકૂળ હોવાથી આ મહિનો અનેક લોકો માટે શુભ રહેશે.

અધિકમાસમાં શુક્રવારનો સંયોગઃ-
અધિકમાસનો પહેલો અને છેલ્લો દિવસ શુક્રવાર રહેશે. ત્યાં જ, આ મહિને 5 શુક્રવારનું હોવું પણ શુભ છે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે જે મહિનામાં પાંચ શુક્રવાર આવે છે તે મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે મહિનામાં ખેતીમાં પાક સારો થાય છે અને કોઇ વસ્તુની ખોડ પડતી નથી. સુખ વધે છે. આ અધિકમાસની અમાસ પણ શુક્રવારે રહેશે. જ્યોતિષના સંહિતા ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, અમાસ શુભ દિવસે હોય તો ધન અને ધાન્ય સાથે લોકોનું સુખ પણ વધે છે.

શુક્રનો પ્રભાવ હોવાથી ખરીદારી શુભઃ-
શુક્રનો પ્રભાવ વધવાથી અધિક માસમાં નવો પલંગ, સોફા અને ઘરના ફર્નીચરની ખરીદારી કરી શકાય છે. આ મહિને કપડાં, ઘરેણાં, બ્યૂટી પાર્લર અને અન્ય સજાવટના સામાનની ખરીદારી પણ શુભ છે. શુક્રનો પ્રભાવ વધારે હોવાથી આ મહિને વાહન અને પ્રોપર્ટીની ખરીદી કરવું પણ શુભ રહેશે. આ સિવાય ગીત વગાડવાના અને નૃત્યના સામાન, ખેતી, બાગ-બગીચા સાથે જોડાયેલી વસ્તુઓ, રત્ન અને અન્ય સુખ આપનારી વસ્તુઓની ખરીદારી કરવી શુભ રહેશે.

ઉત્તરા ફાગણ નક્ષત્ર અને શુક્રવારનો સંયોગઃ-
અધિકમાસની શરૂઆત શુક્રવારથી થઇ રહી છે. આ દેવી લક્ષ્મીનો દિવસ હોય છે. સાથે જ આ દિવસે ઉત્તરા ફાગણ નક્ષત્ર પણ છે. જ્યોતિષ ગ્રંથોમાં તેને જલ્દી ફળ આપનાર નક્ષત્ર કહેવામાં આવે છે. એટલે ઉત્તરા ફાગણ નક્ષત્રમાં અધિકમાસ શરૂ થવાના કારણે આ મહિનામાં સમૃદ્ધિ અને સુખ વધશે. ઉત્તરા ફાગણ ધ્રુવ એટલે સ્થિર નક્ષત્ર છે. એટલે આ નક્ષત્રમાં શરૂ થતાં આ મહિનામાં શુભ કામ કરવાથી તેમનું ફળ અને સુખ લાંબા સમય સુધી મળે છે. આ નક્ષત્રનો સ્વામી સૂર્ય હોવાથી અધિકમાસમાં નિયમ-સંયમથી રહેવાથી બીમારીઓ દૂર થશે.

પુરુષોત્તમ માસ ધન અને દરેક પ્રકારનું સુખ આપે છેઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે, અધિકમાસ દરમિયાન નિયમ અને સંયમથી રહેવું જોઇએ. આ દરમિયાન ખરાબ કાર્યોથી દૂર રહીને ભગવાનની નજીક જવાનો અવસર મળે છે. આ પવિત્ર મહિનામાં ભગવાન પ્રત્યે સમર્પિત ભાવનાથી કરેલી ભક્તિ અને ત્યાગથી ભગવાન પ્રસન્ન થાય છે. તેનાથી ધન, પુત્ર, સમૃદ્ધિ અને અનેક પ્રકારના સુખના આશીર્વાદ મળે છે.

અન્ય સમાચારો પણ છે...