રક્ષાબંધન:રાખડી બાંધવા માટે દિવસમાં 3 મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ, ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે રક્ષાબંધન પર્વ પછી પણ રાખડી બાંધી શકાય છે

2 વર્ષ પહેલા
  • કોરોનાના કાણે આજે રાખડી બાંધી શકો નહીં તો જન્માષ્ટમી સુધી કોઇપણ શુભ મુહૂર્તમાં રક્ષાબંધન ઉજવી શકાય છે
  • અહસ્ત્ય સંહિતા પ્રમાણે ગૌ માતાને રાખડી બાંધવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે
  • રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં નારિયેળ સાથે 7 વસ્તુઓ હોવી જોઇએ

3 ઓગસ્ટ એટલે આજે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. ભવિષ્ય પુરાણ પ્રમાણે, સૌથી પહેલાં દેવરાજ ઇન્દ્રને તેમની પત્ની શચિએ રાખડી બાંધી હતી, જેથી ઇન્દ્રને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો. આ સિવાય વામન પુરાણ પ્રમાણે રાજા બલિને લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી. પહેલાં રક્ષાબંધન માત્ર ભાઇ-બહેન માટે જ હતો નહીં. વૈદિક અને પૌરાણિક કાળમાં નિરોગી રહેના, ઉંમર વધારવા અને ખરાબ સમયથી રક્ષા માટે યોગ્ય બ્રાહ્મણો દ્વારા અન્ય લોકોને રક્ષાસૂત્ર બાંધવામાં આવતું હતું.

આખા દિવસમાં 3 મુહૂર્તઃ-
આ વર્ષે રક્ષાબંધનના દિવસે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. ભદ્રા પછી જ બહેને પોતાના ભાઇને રાખડી બાંધવી જોઇએ. આજે સવારે 7.30 વાગ્યા પછી આખો દિવસ શ્રવણ નક્ષત્ર રહેશે. પૂનમ પણ રાતે 9.30 વાગ્યા સુધી રહેશે. એટલે સવારે 9.29 વાગ્યા પછી આખો દિવસ રાખડી બાંધી શકાય છે. રાખડી બાંધવાનું સૌથી શ્રેષ્ઠ શુભ મુહૂર્ત બપોરે 01.48 વાગ્યાથી સાંજે 04.29 વાગ્યા સુધી રહેશે. બીજા શુભ મુહૂર્તની વાત કરવામાં આવે તો તે સાંજે 07.10 વાગ્યાથી રાતે 09.17 વાગ્યા સુધી રહેશે.

પં. મિશ્રા પ્રમાણે, રક્ષાબંધનના દિવસે ભાઈના નામની રાખડી ઘરના પૂજા સ્થાને ભગવાન પાસે રાખો. ત્યાર બાદ જ્યારે પણ ભાઇ-બહેન સાથે હોય ત્યારે રક્ષાબંધન ઉજવી શકાય છે.
પં. મિશ્રા પ્રમાણે, રક્ષાબંધનના દિવસે ભાઈના નામની રાખડી ઘરના પૂજા સ્થાને ભગવાન પાસે રાખો. ત્યાર બાદ જ્યારે પણ ભાઇ-બહેન સાથે હોય ત્યારે રક્ષાબંધન ઉજવી શકાય છે.

આખા વર્ષમાં કોઇપણ સમયે રક્ષાબંધન ઉજવી શકાય છેઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્ર જણાવે છે કે, કોરોનાના કારણે જો રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે નહીં તો રક્ષાબંધન પછી શ્રાવણ વદ આઠમ સુધી રક્ષાબંધનની પરંપરા છે. એટલે કે, રક્ષાબંધન પછીના આઠ દિવસમાં કોઇપણ શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકાય છે. માત્ર ભદ્રા અને ગ્રહણ કાળમાં આ શુભ કામ કરી શકાય નહીં. સાથે જ, ભવિષ્યોત્તર પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, રક્ષાબંધન આખા વર્ષમાં કોઇપણ સમયે ઉજવી શકાય છે.

રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં નારિયેળ સાથે પાણીનો કળશ, ચંદન અથવા કંકુ, ચોખા, રાખડી, મીઠાઈ અને દીવો હોવો જરૂરી છે. વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે આ વસ્તુઓ વિના રક્ષાબંધન અધૂરી માનવામાં આવે છે.
રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં નારિયેળ સાથે પાણીનો કળશ, ચંદન અથવા કંકુ, ચોખા, રાખડી, મીઠાઈ અને દીવો હોવો જરૂરી છે. વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે આ વસ્તુઓ વિના રક્ષાબંધન અધૂરી માનવામાં આવે છે.

રક્ષાબંધનના દિવસે જરૂરી વસ્તુઓઃ-
પાણીનો કળશ- પૂજાની થાળીમાં તાંબાનો કળશ હોવો જોઇએ. કળશના પાણીમાં તીર્થ અને દેવી-દેવતાઓનો વાસ હોય છે. એટલે ભગવાન અને તીર્થને સાક્ષી માનીને આ પવિત્ર કાર્ય કરી શકાય છે.

ચંદન અને કંકુ- રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં ચંદન અને કંકુ સૌથી જરૂરી છે. ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, કોઇપણ શુભ કામની શરૂઆત તિલક લગાવીને જ કરવી જોઇએ. એટલે રક્ષાબંધનમાં સૌથી પહેલાં બહેન પોતાના ભાઈના માથે તિલક લગાવીને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે.

ચોખા- તિલક પછી માથા ઉપર ચોખા લગાવવાં જોઇએ. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. અક્ષત એટલે જે અધૂરું ન હોય. આ પ્રકારે અક્ષત લગાવવાથી રક્ષાબંધનનું કાર્ય પૂર્ણ માનવામાં આવે છે.

નારિયેળ- નારિયેળને શ્રીફળ કહેવામાં આવે છે. શ્રીનો અર્થ લક્ષ્મી અને સમૃદ્ધિ થાય છે. એટલે ભાઇ-બહેનના જીવનમાં લક્ષ્મી અને સમૃદ્ધિની કામનાથી પૂજાની થાળીમાં નારિયેળનું હોવું જરૂરી છે.

રાખડી- મણિબંધ એટલે કાંડા ઉપર રાખડી બાંધવાથી દરેક પ્રકારના દોષ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે, મૌલીના દોરાનો કાંડાની નસ ઉપર દબાણ પડવાથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ થતી નથી.

મીઠાઈ- રાખડી બાંધ્યા પછી મીઠાઈ ખવડાવવી આ વાતનો સંકેત છે કે, સંબંધોમાં ક્યારેય કડવાશ ન આવે. ધર્મગ્રંથો પ્રમાણે દરેક શુભ કામને કર્યા બાદ મોઢું મીઠું કરવું જોઇએ. જેથી મન પ્રસન્ન રહે.

દીવો- દીવામાંથી ઉત્પન્ન થતી ઊર્જા આસપાસની નકારાત્મક ઊર્જાને ભાઇ-બહેનથી દૂર રાખે છે, જેના દ્વારા બંને વચ્ચે પ્રેમ વધે છે. એટલે રક્ષાબંધન પછી દીવો પ્રગટાવીને ભાઈની આરતી કરવામાં આવે છે.

ધર્મગ્રંથોના ઉલ્લેખવામાં આવેલાં 7 પ્રકારના રક્ષાસૂત્રઃ-

વિપ્ર રક્ષાસૂત્ર- રક્ષાબંધનના દિવસે કોઇ તીર્થ કે જળાશયમાં જઇને વૈદિક અનુષ્ઠાન પછી સિદ્ધ રક્ષાસૂત્રને બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિવાચન કરીને યજમાનના જમણા હાથમાં બાંધવું શાસ્ત્રોમાં સર્વોચ્ચ રક્ષાસૂત્ર માનવામાં આવે છે.

ગુરૂ રક્ષાસૂત્ર- ગુરુ પોતાના શિષ્યના કલ્યાણ માટે શિષ્યના જમણાં હાથમાં બાંધે છે.

માતૃ-પિતૃ રક્ષાસૂત્ર- પોતાના સંતાનની રક્ષા માટે માતા-પિતા દ્વારા બાંધવામાં આવેલ રક્ષાસૂત્રને શાસ્ત્રોમાં કરંડક કહેવામાં આવે છે.

સ્વસૃ રક્ષાસૂત્ર- કુળ પુરોહિત અથવા વેદપાઠી બ્રાહ્મણના રક્ષાસૂત્ર બાંધ્યા પછી બહેન ભાઈના જમણા હાથમાં મુશ્કેલીઓથી બચાવવા માટે રક્ષાસૂત્ર બાંધે છે. ભવિષ્ય પુરાણમાં તેના અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગૌ રક્ષાસૂત્ર- અગસ્ત સંહિતા પ્રમાણે ગૌ માતાને રાખડી બાંધવાથી દરેક પ્રકારના રોગ-શોક અને દોષ દૂર થાય છે. આ વિચાન પ્રાચીનકાળથી ચાલી રહ્યું છે.

વૃક્ષ રક્ષાસૂત્ર- કોઇને ભાઈ ન હોય તો તે વડ કે પીપળાના વૃક્ષને રાખડી બાંધી શકે છે. પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અશ્વરક્ષા સૂત્ર- જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતા પ્રમાણે પહેલાં ઘોડાને પણ રાખડી બાંધવામાં આવતી હતી. જેના દ્વારા સેનાની પણ રક્ષા થતી હતી. આજકાલ ઘોડાની જગ્યાએ ગાડીને રાખડી બાંધવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...