માન્યતા / કોઈના લગ્નમાં રામ દરબાર, રાધા-કૃષ્ણ કે શિવ પરિવારની મૂર્તિ ગિફ્ટમાં આપવી શુભ ગણાય છે

traidition, You can gift idol of Ram Darbar, Radha Krishna or Shiva family to someone's wedding

  • પત્થર, માટી કે ધાતુથી બનેલી મૂર્તિઓ શુભ માનવામાં આવે છે, વધુ મોટી મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ

Divyabhaskar.com

Dec 18, 2019, 06:22 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- લગ્ન, જન્મદિન કે કોઈ બીજા શુભ અવસરે ઉપહાર (ગિફ્ટ) આપવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવે છે. ઘણા લોકો દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ ઉપહારમાં આપતા હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કોઈના લગ્નમાં રામ દરબાર, રાધા-કૃષ્ણ કે શિવ પરિવારની મૂર્તિ ભેંટમાં આપવી ખૂબ જ શુભ ગણાય છે. આ દેવી-દેવતા પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધારનાર, પતિ-પત્નીની વચ્ચે પ્રેમ ટકાવી રાખનાર માનવામાં આવે છે.


કોઈના ગૃહપ્રવેશ વખતે કોઈ ગિફ્ટ આપવી હોય તો ગણેશજીની મૂર્તિ આપી શકાય છે. પરંતુ એ પહેલાં ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં ભગવાનની ખૂબ જ મોટી મૂર્તિ ન રાખવી જોઈએ. કોઈને ગિફ્ટ આપવી હોય તો નાની મૂર્તિઓ જ ગિફ્ટ આપવી જોઈએ. હથેળીની લંબાઈથી વધુ મોટી મૂર્તિ ગિફ્ટમાં આપવાનું ટાળવું જોઈએ.


ગિફ્ટ આપતી વખતે એકવાત ધ્યાન રાખવી જોઈએ કે મૂર્તિ પત્થર, માટી કે ધાતુની બનેલી હોય, પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ પૂજા માટે અને ગિફ્ટમાં આપવા માટે શુભ નથી હોતી.

પં. શર્માના જણાવ્યા પ્રમાણે ઘરમાં ડાબા હાથ તરફ સૂંઢ વળેલી હોય તેવી ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. ઘરના દરવાજા પર ગણેશની મૂર્તિ લગાવવા ઈચ્છતાં હોવ તો તે મૂર્તિની સૂંઢ ડાબી તરફ વળેલી હોવી જોઈએ. એવી મૂર્તિ રાખશો તો ઘરમાં હકારાત્મકતા વધતી રહે છે.


ઘરમાં સીધી સૂંઢ હોય તેવી ગણેશની મૂર્તિ સ્થાપિત કરી શકાય છે. આવી મૂર્તિઓ ઘરના વાતાવરણને સંતુલિત રાખે છે. સુખ-સમૃદ્ધિ ટકાવી રાખે છે.

એવી માન્યતા છે કે જમણા હાથ તરફ વળેલી સૂંઢ હોય તેવા ગણપતિજીનો સ્વભાવ હઠીલો હોય છે. તેમની પૂજા-પાઠ સરળ નથી હોતી. એવા ગણેશની મૂર્તિની પૂજામાં કોઈપણ પ્રકારની ભૂલ ન થવી જોઈએ અને એવી મૂર્તિની પૂજાથી શુભ ફળ મોડેથી પ્રાપ્ત થાય છે. એટલા માટે આવી મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ.

X
traidition, You can gift idol of Ram Darbar, Radha Krishna or Shiva family to someone's wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી