વાસ્તુ / કેવા રંગનું પર્સ તમારી માટે ફળદાયી રહેશે? રાશિ સ્વામી અને શુભ રંગ દ્વારા જાણો

Which color purse will be most productive for you? Learn by zodiac sign and zodiac planet

Divyabhaskar.com

Sep 24, 2019, 02:24 PM IST

ધર્મ ડેસ્કઃ નાણાં વગરનો નાથીયો, નાણે નાથાલાલ. કળિયુગમાં પૈસા વગર કોડીની કોઇ જ કિંમત કહેવાય નહીં. જીવનમાં ફક્ત પૈસા એટલાં મહત્ત્વના નથી એવું કહેવાતું હોય છે પણ વાસ્તવિકતા એવી છે કે પૈસા વગર એકપણ ડગ માંડી શકાતું નથી. પૈસા વગર જીવન પણ પસાર થતું નથી. જીવનમાં મોટાં ભાગના પ્રશ્નો પૈસાથી જ ઉકેલી શકાય છે. પૈસોએ જીવનનું અતિ મહત્ત્વનું પરિબળ છે. પૈસાનું મહત્ત્વ એટલું છે કે પૈસા વગરની જીવન એક અભિશાપ માનવામાં આવે છે.

તમારી રાશિ પ્રમાણે પર્સની પસંદગી કરોઃ-
કેટલાંક લોકો એવા હોય છે જેઓ નીતિવાન અને ઓછી આવક હોવા છતાં જીવનમાં બધું જ સમયસર મેળવીને સુખી રહેતા હોય છે. તો કેટલાંક લોકો એવા પણ હોય છે જે લખલૂટ પૈસો હાથમાં હોવા છતાં જીવનમાં પારાવાર સમસ્યાઓથી પીડાતા હોય છે. ખિસ્સામાં કેવું પર્સ રાખવું જોઇએ? વાસ્તુ ટિપ્સ પ્રમાણે આ બાબત જાણવી તમારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમારી રાશિના સ્વામી પ્રમાણે તમે પર્સ રાખશો તો આર્થિક રીતે બે પાંદડે થઈ જશો.

પર્સમાં આ વસ્તુઓ ચોક્કસ રાખવીઃ-
તમારા પર્સમાં ધનની દેવી લક્ષ્મી અને ગણપતિની એક જ તસવીર રાખો. માં લક્ષ્મીની કૃપાથી તમારું પર્સ ક્યારેય ખાલી રહેશે નહીં. તમારા પર્સમાં એકી સંખ્યામાં કોડી રાખશો તો લક્ષ્મી કૃપા બની રહેશે. લાલ કોડી હોય તો અતી ઉત્તમ રહેશે. તમારા પર્સમાં કમળકાકડી રાખશો તો તે પણ લક્ષ્મીને ખેંચીને લાવશે. તમારા પર્સમાં ચોખાના દાણા રાખો. ચોખા ખોટાં કે ફાલતુ ખર્ચાને રોકી બરકત આપશે. વધારે અનુકૂળતા હોય તો તમારા પર્સમાં શ્રીયંત્ર રાખો. તેનાથી લક્ષ્મીકૃપા બની રહેશે. પર્સમાં એક નાનકડો અરીસો રાખવાથી પૈસાની કમી ક્યારેય આવશે નહીં.

રાશિ મુજબ તેના કલર
-

(1)મેષ રાશિ (અ,લ,ઈ):
સ્વામી
- મંગળ
રંગ- લાલ


(2)વૃષભ રાશિ (બ,વ,ઊ):
સ્વામી
- શુક્ર
રંગ- સફેદ


(3)મિથુન રાશિ( ક,છ,ઘ):
સ્વામી
- બુધ
રંગ- લીલો


(4) કર્ક રાશિ (હ,ડ):
સ્વામી
- ચંદ્ર
રંગ- સફેદ


(5)સિંહ રાશિ (મ,ટ):
સ્વામી
- સૂર્ય
રંગ- લાલ


(6)કન્યા રાશિ (પ,ઢ,ણ):
સ્વામી
- બુધ
રંગ- લીલો


(7)તુલા રાશિ (ર,ત):
સ્વામી
- શુક્ર
રંગ- ગુલાબી, સફેદ


(8)વૃશ્ચિક રાશિ (ન,ય):
સ્વામી
- મંગળ
રંગ- લાલ


(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):
સ્વામી
- ગુરુ
રંગ- પીળો


(10)મકર રાશિ (ખ,જ):
સ્વામી
- શનિ
રંગ- કાળો


(11) કુંભ રાશિ(ગ,સ,શ):
સ્વામી
- શનિ
રંગ- કાળો


(12)મીન રાશિ (દ,ચ,ઝ,થ):
સ્વામી
- ગુરુ
રંગ- પીળો


(માહિતિઃ જાણિતા જ્યોતિષ આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટ)

X
Which color purse will be most productive for you? Learn by zodiac sign and zodiac planet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી