વાસ્તુ / નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ, લોબાન અને ચંદનનો ધૂપ કરાય છે

vastu tips to remove negative energy
X
vastu tips to remove negative energy

Divyabhaskar.com

Jul 03, 2019, 05:13 PM IST

ધર્મ ડેસ્ક : જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યા રહેનાર લોકોના વિચારો પણ તેની ખરાબ અસર પડે છે. આવા લોકો કોઈ કામમાં નકારાત્મકતા પહેલા જુએ છે. આ કારણે કાર્યમાં સફળતા મળતી નથી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘરમાં વાસ્તુ દોષના કારણે આવી સ્થિતિ બને છે. વાસ્તુ એક્સપર્ટ પંડિત મનીષ શર્મા ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરવાની ટિપ્સ અહીં જણાવી રહ્યા છે.
 

ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવાની ટિપ્સ

ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે પોતું મારતી વેળાએ પાણીમાં થોડું મીઠું ઉમેરી દેવું જોઈએ. મીઠામાં નેગેટિવ એનર્જીને ગ્રહણ કરવાની શક્તિ હોય છે. તેના કારણે ઘરમાં રહેલા સૂક્ષ્મ હાનિકારાક કીટાણું પણ નષ્ટ થઈ જાય છે.
 

ઘરમાં સવારે કે અમુક સમયના અંતરે ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. તેનાથી વાતાવરણ પવિત્ર થાય છે. ઉપરાંત ગૌમૂત્રની સુગંધથી શરીરને લાભ થાય છે. 
 

દરરોજ સવારે ઘરની બહાર રંગોળી કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. ઘરમાં પ્રવેશતી વેળાએ સુંદર રંગોળી જોવા મળે તો મન પ્રસન્ન થાય છે અને નકારાત્મક વિચાર દૂર થાય છે.
 

ઘરમાં લોબન, ગુગળ, કપૂર, દેશી ઘી અને ચંદનનો ધૂપ કરવો જોઈએ. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. આ વસ્તુના ધૂપથી વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ હાનિકારાક કીટાણું નષ્ટ થઈ જાય છે.
 

સુખ-સમૃદ્ધિ માટે ઘરના દરવાજા ઉપર સ્વસ્તિક કે શ્રી ગણેશનું ચિહ્ન લગાવવું જોઈએ.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી