વાસ્તુશાસ્ત્ર / ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ગણેશજીની તસવીર અથવા પ્રતિમા રાખવી શુભ ગણાય છે

vastu tips for temple in home: tips about home

  • દીપક અથવા પૂજા સંબંધિત વસ્તુઓ ઘરના અગ્નિ કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી શુભ ગણાય છે
  • સૂર્ય ભગવાન સાથે સાત ઘોડાઓની તસવીર મૂકવી શુભ માનવામાં આવે છે
  • ઘરના હોલ અથવા બેડરૂમમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ અવસ્થાની તસવીર મૂકી શકાય 

Divyabhaskar.com

Aug 27, 2019, 10:53 AM IST

ધર્મ ડેસ્ક. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની બધી જ વસ્તુઓ સાથે સંબંધિત નિયમો દર્શાવેલા છે. જો આ નિયમોનું થોડું પણ ધ્યાન રાખવામાં આવે તો ઘરની ઘણી ખામી દૂર થઈ શકે છે. ઘરમાં જો વસ્તુઓ ખોટી જગ્યાએ અથવા ખોટી દિશામાં મુકવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા વધે છે. કોલકાતાના જાણીતા જ્યોતિષી ડો. દિક્ષા રાઠીના જણાવ્યા અનુસાર ઘરેલુ 5 શુભ વસ્તુઓ અને શુભ દિશાઓ. આ વસ્તુઓને યોગ્ય સ્થાને રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.

  • જો તમે ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા તસવીર ઘરમાં રાખવા માંગતા હો, તો ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં સિંદૂરી ગણેશજીની તસવીર મૂકવી જોઈએ. જો તમારે ઘરમાં મૂર્તિ રાખવી હોય તો તેને ઘર અથવા મંદિરની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવું શુભ ગણાય છે.
  • ઘરના હોલ અથવા બેઠક ખંડમાં પર્વત અથવા ઉડતા પક્ષીનું એક ચિત્ર મૂકવું જોઈએ. આ સિવાય હોલ અથવા બેડરૂમમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ અવસ્થાની તસવીર મૂકી શકાય છે.
  • દીવો, ધૂપ અને અગરબત્તી જેવી પૂજામાં વપરાતી ચીજ વસ્તુઓ ઘરના અગ્નિ કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી જોઈએ.
  • જો તુલસીનો છોડ ઘરમાં યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો ઘરમાં વાસ્તુદોષની ખામી વધે છે. ઘરની છત પર અથવા આંગણાની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ રોપવું શુભ માનવામાં આવે છે.
  • સૂર્ય ભગવાન સાથે સાત ઘોડાઓની તસવીર મૂકવી શુભ માનવામાં આવે છે. આ ચિત્ર ફક્ત પૂર્વ દિશામાં મૂકવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સૂર્યોદય પૂર્વથી થાય છે.
X
vastu tips for temple in home: tips about home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી