વાસ્તુ ટિપ્સ / કાર્ય સ્થળે દરવાજાની સામે ટેબલ ન રાખવું જોઈએ, તેનાથી ઉર્જાનો પ્રવાહ રોકાઈ જાય છે

vastu tips for office
X
vastu tips for office

Divyabhaskar.com

Jun 24, 2019, 12:58 PM IST

ધર્મ ડેક્સ : વાસ્તુશાત્રમાં ઘરની સાથે કાર્ય સ્થળ માટે પણ વાસ્તુ ટિપ્સ છે. જેનાથી ઓફિસની નકારાત્મકતા દૂર થાય છે, કામમાં મન લાગે છે અને તણાવ ઓછો રહે છે. વાસ્તુ એક્સપર્ટ પંડિત મનીષ શર્મા અહીં કાર્ય સ્થળ સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ જણાવી રહ્યા છે.

ઓફિસ માટેની વાસ્તુ ટિપ્સ

કાર્ય સ્થળે લીલા કે ઘાટા રંગનો પ્રયોગ ન કરવો જોઈએ. આ રંગ ઉર્જાને ઓછી કરે છે. ઓફિસમાં સફેદ, ક્રિમ કે પીળા રંગ જેવા લાઈટ રંગનો ઉપયોગ કરવો જોઈએ. 
 

ઓફિસમાં પાણીની વ્યવસ્થા ઈશાન(ઉત્તર-પૂર્વ) ખૂણામાં હોવી જોઈએ. 
 

કાર્ય સ્થળે કૂબેર દેવની મૂર્તિ રાખવી હોય તો ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આ દિશામાં કૂબેરનો વાસ હોવાનું માનવમાં આવે છે.
 

ઓફિસમાં બેસતી વેળાએ તમારી પીઠ દરવાજા તરફ ન હોવી જોઈએ.
 

કાર્ય સ્થળે વધારાનો સામાન ન રાખવો જોઈએ. તેનાથી નકારાત્મકતા વધે છે. માનસિક તણાવનો સામનો પણ કરવો પડે છે.
 

ઓફિસના કોઈપણ રૂમના દરવાજાની સામે ટેબલ રાખવું જોઈએ નહીં. તેનાથી ઉર્જાનો પ્રવાહ રોકાઈ જાય છે.

દરવાજાની સામે કોઈ કર્મચારીને બેસવાની જગ્યા ન હોવી જોઈએ. દરવાજાની સામે શુભ ચિહ્ન કે ગણેશજીની તસવીર રાખવો જોઈએ.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી