વાસ્તુ ટિપ્સ / જમવાનું બનાવ્યા પછી સૌથી પહેલા ભગવાનને ભોગ લગાવવો જોઈએ, રસોડામાં ગંદકી ન હોવી જોઈએ

Divyabhaskar.com

Jun 13, 2019, 03:34 PM IST
vastu tips for kitchen
X
vastu tips for kitchen

ધર્મ ડેસ્ક : વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. વાસ્તુ નેગેટિવ અને પોઝિટિવ ઉર્જાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ઘરના દરેક ભાગ માટે વાસ્તુમાં અલગ અલગ નિયમો છે. રસોડામાં પણ અમુક ભૂલોના કારણે વાસ્તુ દોષ વધે છે. વાસ્તુ એક્સપર્ટ પંડિત મનીષ શર્માના અહીં કેટલીક વાસ્તુ ટિપ્સ જણાવી રહ્યા છે.


 

રસોડા સાથે જોડાયેલા વાસ્તુના નિયમો

1.

રોજ સવારે અને સાંજે જમતા પહેલાં ભગવાનને ભોગ લગાવવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
 

2.

રસોડામાં મંદિરને શુભ માનવમાં આવતું નથી. રસોડામાં મંદિર હોવાથી ધીરજની ઉણપ રહે છે. જો રસોડામાં મંદિર હોય તો તેની જગ્યા એકદમ સ્વચ્છ રાખો અને મંદિરમાં પડદો પણ રાખવો.ઘરમાં વાસ્તુ દોષ નાશક યંત્ર પણ રાખી શકો છો.
 

3.

રસોડામાં બિનજરૂરી સામાન રાખવો ન જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી બીમારી થઈ શકે છે. બિનજરૂરી વસ્તુથી ઘણીવાર રસોડામાં ગંદકી વધે છે.
 

4.

રસોડાની બાજુમાં બાથરૂમ હોય તેને અશુભ માનવમાં આવે છે. જો તમારા ઘરમાં આવું હોય તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો. શક્ય હોય તો ત્યાં પડદો રાખવો. તેનાથી બાથરૂમની નકારાત્મક ઉર્જા રસોડામાં પ્રવેશતી નથી.
 

5.

ઘરના મુખ્ય દરવાજાની સામે રસોડું ન હોવું જોઈએ.  આવું હોય તો રસોડાના દરવાજા ઉપર પડદો રાખવો જોઈએ.
 

6.

સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ કરવો જોઈએ નહીં. આવું કરવાથી વાસ્તુદોષ વધે છે. સ્નાન કર્યા પછી જ ખાવાનું બનાવવું જોઈએ.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી