વાસ્તુશાસ્ત્ર / વાસ્તુદોષ અને ભૂમિદોષ રહિત હોય તેવું સ્થાન સારાં વિચારો અને સારાં સંસ્કારોનું નિર્માણ કરે છે

Vastu Dpsh, Panchtatva Balence, Bhumidosh, How To Balance The 5 Elements At Home

  • દરેક વસ્તુ પંચતત્વથી બને છે અને પંચતત્વમાં જ પાછી વિલીન થાય છે, જે જગ્યાએ આ પાંચ તત્વ પોતાનું સંતુલન ગુમાવે તે સ્થાન દોષિત બને છે

Divyabhaskar.com

Dec 20, 2019, 12:19 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- પંચતત્વથી આ જગત નિમાર્ણ થયેલ છે, આ જ પંચતત્વથી શરીરનું પણ નિર્માણ થયેલ છે, આ પંચતત્વ અનુક્રમે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છે. દરેક વસ્તુ પંચતત્વમાંથી બને છે અને પંચતત્વમાં જ પાછી વિલીન થાય છે, જે જગ્યાએ આ પાંચ તત્વ પોતાનું સંતુલન ગુમાવે તે સ્થાન કે જગ્યા દોષિત બને છે. અમદાવાદના જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રી હેમેન્દ્રભાઈ મિસ્ત્રી જણાવે છે કે જેમ આપણા શરીરમાં આ પંચતત્વ સંતુલન ગુમાવે ત્યારે આપણે માનસિક, શારીરિક કે આત્મિક રીતે રોગી બનીએ છીએ, જો આ દોષનું નિરાકરણ કરવામાં આવે તો સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિૃ-મુનિઓ જે સારા વૈજ્ઞાનિક હતાં, તેમણે પહેલેથી જ આ પદ્ધતિ આપણા દૈનિક જીવનમાં ગોઠવી દીધેલી છે જેની મદદથી આપણે ઘરમાં પંચતત્વોમાં સંતુલન બેસાડી શકીએ છીએ. તે આજે જાણો-


➤ ઘરમાં ગંગાજળ કે તુલસીવાળું પાણી છાંટવાથી જળતત્વ સંતુલિત થાય છે.

➤ ઘરમાં અમુક પ્રકારના વનસ્પતિના ધૂપ કરવાથી વાયુતત્વ સંતુલિત થાય છે.


➤ સૂર્યદેવને જળ ચઢાવાથી, મંત્રોચ્ચાર કરવાથી, ભજન ગાવાથી આકાશ તત્વ સંતુલિત થાય છે.


➤ દીવો કે યજ્ઞ કરવાથી અગ્નિ તત્વ સંતુલિત થાય છે.

➤ ભગવાનને પ્રસાદ ધરાવવાથી,અન્નદાન કરવાથી, ભોજન કરાવવાથી પૃથ્વી તત્વ સંતુલિત થાય છે.


➤ વનસ્પતિ ઉગાડવાથી પૃથ્વી તત્વ સંતુલિત થાય છે.

આ સામાન્ય ક્રિયા પણ સમયાંતરે સારું પરિણામ આપી શકે છે, હાલના સમયમાં આ ક્રિયા થતી નથી જેના પરિણામે વાસ્તુદોષ પેદા થાય છે, પરિણામે ઘર-પરિવારમાં રોગ, અશાંતિ, દેવું, ક્લેશ થયા કરે છે.

હેમેન્દ્ર મિસ્ત્રી આગળ કહે છે કે સારી હવા ઉજાશ અને સૂર્યપ્રકાશ જે ઘર કે સ્થાનમાં વધુ આવે ત્યાં વાસ્તુદોષની શક્યતા ઓછી રહેતી હોય છે, છતાં બહુ મોટો વાસ્તુદોષ હોય તો બાંધકામમાં ફેરફાર કરીને તેનું નિરાકરણ કરી શકાય છે, વાસ્તુદોષની સાથે ભૂમિદોષ પણ સુધારીએ તો જ પરિણામ સારું મળી શકે, યાદ રાખો કે વાસ્તુદોષ અને ભૂમિદોષ રહિત હોય તેવું સ્થાન સારાં વિચારો અને સારાં સંસ્કારોનું નિર્માણ કરે છે. વાસ્તુદોષ રહિત ઘર હોય તો તેની હકારાત્મક અસર ઘર-પરિવારના સભ્યોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે.

X
Vastu Dpsh, Panchtatva Balence, Bhumidosh, How To Balance The 5 Elements At Home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી