વાસ્તુશાસ્ત્ર / નૈઋત્યના દોષના કારણે ઘરના સભ્યો વારંવાર અકસ્માતનો ભોગ બને

Vastu Shastra

  • નૈઋત્યમાં ત્રાંસ હોય અથવા તો તે ભાગ બહાર નીકળેલો હોય ત્યારે આવી સમસ્યા આવતી હોય છે
  • વાયવ્યનો દોષ હોય ત્યારે મુસાફરી દરમિયાન અકસ્માતની સંભાવના રહે છે
  • શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરવાથી આવા સંજોગોમાં હકારાત્મક ઊર્જાપ્રાપ્ત થાય

Divyabhaskar.com

Aug 16, 2019, 11:59 AM IST

ધર્મ ડેસ્ક (મયંક રાવલ). વરસાદની ઋતુ આવે અને ઝરમર વરસાદમાં ભીંજાવાના વિચારો આવે. ઇન્દ્રધનુષ જોવાનું મન થાય અને મનમાં મોર ટહુકા કરે પણ વરસાદ વધારે પડે તો? તો પાણી પણ ભરાઈ જાય. ઘરની બહાર નીકળી ન શકાય અને ઘરમાં રહેવું પડે પણ અચાનક પાણી વધવા લાગે તો અકસ્માત પણ થાય. કેટલાક લોકો તો ચોમાસાને અકસ્માતની ઋતુ પણ ગણે છે. જોકે દરરોજ અકસ્માત પણ ન થાય અને દરરોજ પાણી પણ ન ભરાય, પણ અકસ્માત
થાય તે કોઈને ન ગમે.

વાસ્તુના સંદર્ભમાં વિચારીએ તો પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય ત્યારે આવી સમસ્યા આવી શકે. કોઇએ મને સવાલ કર્યો કે નૈઋત્યમાં ત્રાંસ હોય તો શું થાય? મેં જવાબ આપ્યો,‘અકસ્માત થઇ શકે.’ જેમણે મને સવાલ કર્યો હતો તેમણે પોતાની બાજુમાં બેઠેલા માણસ સાથે વાત કરાવી. બીજા અઠવાડિયે તે જગ્યાએ જવાનું થયું. ભવ્ય મકાન અને તેનાથી પણ ભવ્ય રાચરચીલું. ઘરના માલિક ઘણા વખતથી વારંવાર અકસ્માતનો ભોગ બનતા હતા. એ દિવસે પણ એ દવાખાનામાં જ હતા. ખૂબ જ ધાર્મિક માણસ પણ તક્લીફમાં હતા. આવું જ મધ્યપ્રદેશના એક મકાનમાં પણ હતું.

નૈઋત્યના દોષના કારણે ઘરના સદસ્યો વારંવાર અકસ્માતનો ભોગ બનતા હતા. મારા રિસર્ચમાં મેં સતત અનુભવ્યું છે કે જો નૈઋત્યમાં ત્રાંસ હોય અથવા તો તે ભાગ બહાર નીકળેલો હોય ત્યારે આવી સમસ્યા આવતી હોય છે. અકસ્માત વિવિધ પ્રકારના હોઈ શકે. ક્યારેક નાની ઠેસ વાગે કે કોઈ જરાક અથડાઈ જાય તો પણ તે અકસ્માત ગણી શકાય, તો રોડ એક્સિડન્ટ પણ અકસ્માત જ ગણાય. જ્યારે સમગ્ર પશ્ચિમ દિશામાં વિવિધ દોષ આવેલા હોય ત્યારે અકસ્માત થયા બાદ
કોર્ટ કચેરી થવાની સંભાવના વધી જાય છે. તો નૈઋત્યનો દોષ અને પશ્ચિમનો દોષ હોય ત્યારે અકસ્માત થયા બાદ માનહાનિ થાય તેવા સંજોગો ઉદ્બવે છે. બ્રહ્મ સાથે પૂર્વનો દોષ જ્યારે મૂળ દોષ સાથે ભળે ત્યારે માણસનો આત્મવિશ્વાસ ઘટે છે. અને તે ફરી વાહન ચલાવતા ગભરાય.

આપણે શરૂઆતમાં જે ઘરની વાત કરી તેના માલિક થોડાક સાજા થાય અને પાછા વાહન ચલાવવા પ્રયત્ન કરતા. અકસ્માત થતો અને અંતે લાંબા સમય સુધી પથારીમાં રહેવું પડતું. તેમાં મૂળ સમસ્યા સાથે માત્ર બ્રહ્મ અને વાયવ્યનો દોષ હતો. આવા વખતે વ્યક્તિને સતત ઘરમાં રહેવું નથી ગમતું. તેમને ઘરમાં રૂંધામણ થવા લાગે છે. જ્યારે ઘરની અન્ય જગ્યાઓ હકારાત્મક હોય ત્યારે અકસ્માતનું પ્રમાણ ઓછું થઇ જાય છે અને તેની માત્રા પણ. જો અકસ્માતનો યોગ હોય અને ઊર્જા સારી હોય તો માત્ર ઠેસ વાગે તેવું પણ બને.

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો નાનો મોટો કોઈ અકસ્માત થયો જ હોય છે પણ બધાના મકાનમાં નૈઋત્યનો દોષ હોય તે પણ જરૂરી નથી. જ્યારે વાયવ્યનો દોષ હોય ત્યારે મુસાફરી દરમિયાન અકસ્માતની સંભાવના રહે છે. અગ્નિમાં દાદરો આવતો હોય ત્યારે પણ અકસ્માતની સંભાવના વધે. દરેક સમસ્યા માટે નિરાકરણ પણ છે. શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરવાથી આવા સંજોગોમાં હકારાત્મક ઊર્જાપ્રાપ્ત થઇ શકે છે.

X
Vastu Shastra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી