વાસ્તુ ટિપ્સ / 9 પ્રકારના વાસ્તુ દોષના કારણે ઘર છોડીને વૈરાગ્ય લેવાના વિચારો આવે છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

May 22, 2019, 05:58 PM IST

ધર્મડેસ્ક : વ્યક્તિને ઘર છોડીને વૈરાગ્ય લેવાના વિચારો આવે તેની પાછળ વાસ્તુ દોષ પણ હોય શકે છે. જીવનમાં કેવા પ્રકારની સ્થિતિ હોય તો વ્યક્તિમાં વૈરાગ્યભાવ જાગે તે અંગે અહીં વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ જણાવી રહ્યા છે.
 

આ વાસ્તુ દોષથી વૈરાગ્ય લેવાના વિચારો આવે છે

જો નૈરુત્ય-પશ્ચિમનો દોષ હોય તો સતત ઘરની બહાર જવાની ઈચ્છા થયા કરે છે. તેથી આવો નિર્ણય લેવાની પ્રેરણા મળે.

જો નૈરુત્ય-દક્ષિણનો દોષ હોય તો માણસ ગુસ્સામાં બધું છોડી દેવાનું વિચારે.

જો ઉત્તરનો દોષ હોય તો જવાબદારીથી ગભરાઈને તે આવો નિર્ણય લઇ શકે.

જો અગ્નિ (પૂર્વ-દક્ષિણ)થી વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ)નો દોષ હોય તો પ્રણયભંગ થતા અથવા તો તેના ડરથી આવો નિર્ણય લેવામાં આવે.
 

જો બ્રહ્મનો દોષ હોય તો લાગણીમાં આવો નિર્ણય લેવાય.
 

જો ઇશાન (ઉત્તર-પૂર્વ) અને બ્રહ્મનો દોષ હોય તો ભાવુક સ્થિતિમાં આવો નિર્ણય લેવાય.
 

જો ઈશાનના બે અક્ષ હકારાત્મક હોય તો આધ્યાત્મિક કારણોથી આ નિર્ણય લેવાય.
 

જો ઈશાનના અક્ષનો ત્રિકોણ હકારાત્મક હોય તો યોગ્ય મનોબળ સાથે આ નિર્ણય લેવાય.
 

જો દક્ષિણનો અક્ષ નકારત્મક હોય તો કોઈ ફાયદા માટે આવો નિર્ણય લેવાય.

(માહિતી- વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ). 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી