વાસ્તુ / તાંબા કે લાકડાનું પિરામિડ ઘરમાં પોઝિટિવિટી આકર્ષે છે, લોખંડનું પિરામિડ રાખવું નહીં

The copper or timber pyramid attracts positivity in the home, not the iron pyramid

  • નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે અને પવિત્રતા જાળવી રાખવા માટે પૂજા ઘરમાં ગંગાજળનો કળશ રાખવો જોઇએ.

Divyabhaskar.com

Sep 25, 2019, 11:46 AM IST

ધર્મ ડેસ્કઃ વાસ્તુશાસ્ત્રમાં ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા અને હકારાત્મક ઊર્જાને વધારવાની ટિપ્સ ઉલ્લેખવામાં આવી છે. જે ઘરમાં વાસ્તુદોષ હોય છે, ત્યાં નકારાત્મકતા બની રહે છે. કલકત્તાની વાસ્તુ નિષ્ણાત ડો. દીક્ષા રાઠી પ્રમાણે વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં પિરામિડ પણ રાખો. હકારાત્મકતા વધારવા માટે વાસ્તુની થોડી ખાસ વસ્તુઓ વિશે જાણો.

- એકાગ્રતા અને હકારાત્મકતા વધારવા માટે ઘરમાં પિરામિડ રાખી શકો છો. પિરામિડ તાંબા, પીતળ કે પંચધાતુનું શુભ મનાય છે. લોખંડનું કે એલ્યુમિનિયમનું પિરામિડ ઘરમાં રાખવું નહીં. ઘરમાં લાકડાનું બનેલું પિરામિડ રાખવું પણ શુભ મનાય છે.

- ઘરમાં પવિત્રતા જાળવી રાખવા માટે ગંગાજળનો કળશ રાખવો. ઘરના મુખ્ય દરવાજે આંબાના પાનનું તોરણ બાંધવું. તેની શુભ અસરથી ઘરમાં હકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે અને નકારાત્મક ઊર્જા ઘરની બહાર રહે છે.

- ઘરના મંદિરમાં નારિયેળ અને ચાંદીનો સિક્કો રાખવો શુભ મનાય છે. મંદિરમાં ચાંદીની મૂર્તિઓ રાખીને તેની પૂજા કરવી જોઇએ. પૂજા-પાઠ સાથે જોડાયેલી વસ્તુઓ માટે ચાંદી સૌરી શ્રેષ્ઠ ધાતુ માનવામાં આવે છે.

- ઘરના મુખ્ય દ્વારે સ્વસ્તિક બનાવવો જોઇએ. તેની શુભ અસરથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરશે નહીં. દરવાજાની નીચે મહાલક્ષ્મીના પગલાં બનાવવા જોઇએ. આ શુભ નિશાન ઘરની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે. દરવાજા ઉપર ઓમનું ચિહ્ન પણ લગાવી શકો છો.

- શ્રીકૃષ્ણની સુંદર તસવીર લગાવવાથી માનસિક તણાવ દૂર થઇ શકે છે. તસવીરમાં ગૌ માતા હોય અને શ્રીકૃષ્ણ વાંસળી વગાડી રહ્યા હોય તેવી તસવીર ઘરમાં રાખવી જોઇએ. આ તસવીર મનને શાંતિ આપે છે અને ઘરનું વાતાવરણ હકારાત્મક બનાવે છે.

X
The copper or timber pyramid attracts positivity in the home, not the iron pyramid

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી