વાસ્તુશાસ્ત્ર / લક્ષ્મીજીની કૃપા મેળવવા કઠોર પરિશ્રમની સાથે આચાર-વિચારનું મહત્ત્વ

Lakshmi Puja in Hindu religious

Divyabhaskar.com

Aug 20, 2019, 11:03 AM IST

ધર્મ ડેસ્ક. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ આપણા ઘરમાં કેટલીક વસ્તુઓ ક્યાં રાખવી જોઈએ ? ઘરમાં યોગ્ય સાફ સફાઈ કરવી જોઈએ ! જેવી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. કહેવાય છે કે, માતા લક્ષ્મીજી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરી દે છે. મા લક્ષ્મીજીની કૃપા મેળવવા કઠોર પરિશ્રમની સાથે સાથે આચાર-વિચાર અને રહેવાની રીતભાતમાં પણ કેટલાક ફેરફાર કરવા જોઈએ. આજે આપણે જાણીશું કેવા ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા મેળવી શકીશું.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, જે પુરૂષ પોતાની પત્નીનું અપમાન કરે છે અથવા તેને નોકરાણી સમજે છે. સૌની સામે તેની સાથે ખરાબ વ્યવહાર કરે છે તે હંમેશા આર્થિક સંકટમાં રહે છે. જે સ્ત્રી પોતાના પતિ અંગે ખરાબ બોલે છે, લજ્જાનો ત્યાગ કરી અવળચંડાઈ કરે છે તેમના ઘરે લક્ષ્મીજી નથી રહેતા. એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જ્યોતિષશાસ્ત્રના નીચોડ મુજબ જાણવા જેવી કેટલીક બાબતો.

  • ઘરમાં જો તૂટેલું દર્પણ(અરીસો)હોય તો તેમજ નકામો અને ભંગાર કે સામાન રાખવો ન જોઈએ.
  • જે લોકો વારંવાર જૂઠું બોલે છે અને બીજાને ખોટા ઠેરવે છે, તેવા લોકો પાસે લક્ષ્મી કદાપી હાથ ઉપર ટકતી નથી અને વધતી નથી.
  • જે સ્ત્રીનો વ્યવહાર કઠોર અને નિર્દય હોય છે અને જે ઘરમાં લડાઈ તકરાર કરે છે તે લક્ષ્મીથી વંચિત રહે છે.
  • જે લોકો પોતાના માતા- પિતાનું વારંવાર અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી.
  • જે સ્ત્રી કે પુરૂષ ચરિત્રહીન હોય છે અને ખરાબ પાપો આચરે છે.
  • જે લોકો પોતાના ઘરને અસ્તવ્યસ્ત રાખે છે તેમના ઘરથી લક્ષ્મીજી હંમેશા દૂર રહે છે.
  • જે વ્યક્તિ આળસુ હોય સૂર્યોદય પછી પણ સુતા રહે તેમના ઘરમાં ક્યારેય લક્ષ્મી ટકતી નથી.
  • નોકરી-ધંધા થી મેળવેલ લક્ષ્મી માંથી ચાર ટકા રકમ દાન પુણ્ય તથા અન્ય માટે વાપરવી જોઈએ તો જ લક્ષ્મી રીજાય છે.
X
Lakshmi Puja in Hindu religious

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી