ઘરનું વાસ્તુ / ઘર બન્યા પછી વાસ્તુ પ્રમાણે કઈ વસ્તુ ક્યાં રાખવી જોઈએ?

fter making the house, Vavstu and Home

Divyabhaskar.com

Oct 09, 2019, 06:23 PM IST

ધર્મ ડેસ્ક- જીવનભર સુખી રહેવા માટે આપણે વાસ્તુ પ્રમાણે ઘર બનાવવું જોઈએ. વાસ્તુ પ્રમાણે ઘર ન બનાવવામાં આવે તો આપણા ઘરમાં વાસ્તુદોષ પેદા થઈ જાય છે અને તેનાથી ઘરમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવી જતી હોય છે. માનસિક અને આર્થિક સ્થિતિ બગડવા લાગે છે જેનાથી તમારા પરિવારનું સુખ હણાઈ જાય છે. ઘર ખરીદતી વખતે વાસ્તુનું જરૂર ધ્યાન રાખવું જોઈએ.


ઘરની ચારેય દિશાઓ યોગ્ય હોવી જોઈએ, કોઈપણ ખૂણો ક્યાંયથી કપાયેલો ન હવો જોઈએ. જો ખૂણો ક્યાંયથી પણ કપાયેલો હોય તો તેનાથી આપણા ઘરમાં પરેશાનીઓ આવે છે. માનસિક અને આર્થિક પરેશાનીઓ આવવાથી આપણું મન કામમાં લાગતું નથી.

ઘરમાં સીડીઓ-

આપણે પોતાના ઘરમાં સીડીઓ બનાવીઓ છીએ પરંતુ કોઈને નથી ખબર કે આપણે પોતાના ઘરમાં સીડીઓ કેવી રીતે બનાવવી જોઈએ. ઘરમાં સીડીઓ હંમેશાં ઘડિયાળની દિશામાં ફરતી હોવી જોઈએ. જો આપણે એ રીતે સીડીઓ બનાવીએ તો આપણો સમય સારો ચાલતો રહે છે. ઘરમાં કોઈપણ પરેશાની નથી આવતી અને હંમેશાં સીડીઓ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં બનાવવી જોઈએ.

રસોડાની દિશા-

ઘરમાં રસોડ઼ું મહત્વપૂર્ણ જગ્યા છે. કારણ કે તે આપણાં ઘરમાં શાંતિ ટકાવી રાખે છે. કિચન યોગ્ય દિશા અને યોગ્ય જગ્યાએ બનાવવામાં આવે તો કોઈ પરેશાની નથી આવતી. આપણે પોતાના ઘરનું રસોડું ઉત્તર-પશ્ચિમ દિશા કેપછી અગ્નિ(દક્ષિણ-પૂર્વ) દિશામાં રાખવું જોઈએ. જો આપણે આ દિશામાં રસોડું બનાવીએ તો આપણા ઘરમાં સુખ-શાંતિ ટકી રહે છે.

માસ્ટર બેડરૂમ-

આપણે આપણા ઘરમાં માસ્ટર બેડરૂમ બનાવીએ છીએ પરંતુ આપણને એ જાણ નથી હોતી કે વાસ્તુ પ્રમાણે બેડરૂમની દિશા કંઈ હોવી જોઈએ અને કંઈ તરફ બેડરૂમ બનાવવો જોઈએ. માસ્ટર બેડરૂરમની દિશા હંમેશાં દક્ષિણ-પશ્ચિમ હોવી જોઈએ. આપણે ઘર ખરીદીએ તે વખતે એ તપાસી લેવું જોઈએ કે બેડરૂમ વાસ્તુ પ્રમાણે છે નહીં તો પરેશાનીઓ આવી શકે છે. જો નૈઋત્ય દિશામાં બેડરૂમ ન હોય તો દક્ષિણ-પૂર્વ દિશામાં બેડરૂમ હોવો જોઈએ.

ટોયલેટની દિશા-

ઘર બનાવતી વખતે આપણે પોતાના ઘરમાં ટોયલેટ-બાથરૂમ બનાવીએ છીએ અને આ બંને ઘરમાં હોવા અનિવાર્ય છે. જો ટોયલેટ-બાથરૂમની દિશા યોગ્ય નહીં હોય તો આપણાં ઘરમાં પૈસાની ખોટ રહેશે. તેનાથી ઘરમાં માનસિક અને આર્થિક પરેશાનીઓ આવે છે. ઘરમાં ટોયલેટ હંમેશાં ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ.

વાસ્તુદોષના ઉપાય-

➤ આપણે ઘર બનાવીએ છીએ ત્યારે ઘર ઉપરથી ઇલેક્ટ્રિક વાયર જાય છે. ઘણા લોકોને એ જાણ નથી હોતી કે ઈલેક્ટ્રિક તાર જવાથી આપણા ઘરમાં વાસ્તુ દોષ અને નકારાત્મક ઊર્જા પેદા થાય છે. આ દોષનું નિવારણ પણ છે. આપણે વાયરની પ્રભાવિત જગ્યાના ખૂણાથી એક પ્લાસ્ટિકનો પાઈપ લગાવીને તે પાઈપમાં ચુનો લગાવી દેવો જોઈએ. બંને ખૂણાઓ તરફથી ત્રણ ફૂટ પાઈપ નિકળવો જોઈએ. છતની ઉપરથી જે ઈલેક્ટ્રિક વાયરમાંથી જે નકારાત્મક ઊર્જા નિકળે છે તે ઊર્જા તમારા ઘરમાં નહીં આવે.

➤ ઘરમાં ઘણા વાસ્તુદોષ હોય છે જેને સુધારવા માટે ાપણે ઘરમાં તોડ-ફોડ કરાવી નાખીએ છીએ અને મોટા ખર્ચમાં જતાં રહીએ છીએ. આવી ગંભીર સમસ્યાઓથી બહાર નિકળવા માટે આપણે ઘરમાં ક્રિસ્ટલ પિરામિડનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આપણા ઘરના દોષનું નિવારણ થઈ જશે.

ઘર ખરીદતી વખતે કયા દોષો તમે સારા કરી શકો-

➢ ઘરનું સેટિંગ અને ફ્લોરિંગને બદલી શકીએ છીએ.


➢ ટોયલેટ અને બેસિનની દિશા બદલવી.


➢ ભોજન બનાવવાની દિશા બદલવી.


➢ પૂજા ઘરને યોગ્ય દિશામાં રાખવું.
➢ ફર્નિચરને યોગ્ય દિશામાં રાખવું.

X
fter making the house, Vavstu and Home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી