ઓફિસ અથવા ઘરમાં સીટિંગને લઈને વાસ્તુમાં અનેક વાતો છે, માનવામાં આવે છે પિલર અથવા બીમની નીચે બેસીને કામ ન કરવું જોઈએ, તેનાથી મળે છે નિષ્ફળતા

vastu tips and science behind sitting under the pillar in office or home

Divyabhaskar.com

Nov 28, 2018, 06:25 PM IST

ધર્મ ડેસ્કઃ- વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક વાતોને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે, જેને સામાન્ય જીવનમાં આપણે ખૂબ જ હળવાશમાં લઇએ છીએ. વાસ્તુ આવી ભૂલોને ઘરમાં નેગેટિવિટી લાવવા અને બીમારીઓનું મોટું કારણ માને છે, જે ભૂલોને આપણે નજરઅંદાજ કરીએ છીએ. તેનાથી જીવનમાં નિષ્ફળતા અને બીમારીઓની શક્યતા વધી જાય છે. વાસ્તુમાં સ્પષ્ટ માન્યતા છે કે ઘરમાં ક્યાંય પણ બેસવા માટે ખુરશી અથવા સૂવા માટે પલંગ એવી જગ્યાએ ન રાખવા જોઈએ જ્યાં છત પર બીમ અથવા પિલર આવતા હોય.

માનવામાં આવે છે કે બીમ અથવા પિલર જ્યાં હોય છે ત્યાં આકાશીય ઊર્જા સ્થિર રાખવી શક્ય નથી હોતી. આપણી આજુબાજુમાં બે ઊર્જી હોય છે તે પિલરના કારણે અસ્થિર હોય છે. આ કારણે ત્યાં બેસવાથી નકારાત્મક ઊર્જાનો દબાણ વધવા લાગે છે, જેના કારણે માનસિક તણાવની સ્થિતિ બની શકે છે. આ કારણે ઓફિસ અથવા ઘરમાં પિલરની નીચે બેસવા અથવા સૂવા માટે વાસ્તુમાં મનાઈ કરવામાં આવી છે. લોકોએ તેને અંધવિશ્વાસનું નામ આપ્યું છે, પરંતુ તેની પાછળ વાસ્તુમાં ઊર્જાના વિજ્ઞાનની વાત કરવામાં આવી છે.

એવી જ રીતે ઘરની તિજોરીઓ અને બાથરૂમના બારણાં કાયમ સારી સ્થિતિમાં હોવા જોઈએ, જો આ બિનજરૂરી રૂપથી કાયમ ખુલ્લા રહે છે તો પણ ઘરમાં ગરીબી અને બીમારીઓ આવે છે. આવી જ કેટલીક ભૂલો સરળતાથી સુધારીને ઘરનો વાસ્તુ સુધારી શકાય છે.

જાણો કઈ છે આ ભૂલો


બીમની નીચે પલંગ રાખવો વાસ્તુ મુજબ સારો નથી માનવામાં આવતો. આવું કરવાથી વ્યક્તિ થાકેલો અને તણાવમાં રહેવા લાગે છે. સાથે જ બીમની નીચે રાખેલા પલંગ પર સૂતા વ્યક્તિઓને પોતાના કામમાં અનેક પ્રકારની બાધાઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે પલંગને બીમની નીચેથી દૂર રાખો.

કચરા-પોતા તથા ડસ્ટબિન ખુલ્લામાં ન રાખો


કચરા-પોતા અથવા ડસ્ટબિનને ખુલ્લામાં ન રાખવા જોઈએ કારણ કે, તે ઘરમાં આવતી પોઝિટિવ એનર્જીને નષ્ટ કરી દે છે. સાથે જ આ ઘરમાં બીમારી ફેલાવવાનું પણ કામ કરે છે. તેમજ સફળતામાં બાધા ઉત્પન્ન કરી શકે છે. સાવરણીને ક્યારેય પણ રસોડામાં ન રાખવી જોઈએ કારણ કે આ આવક અને અન્ન બંને માટે શુભ નથી માનવામાં આવતી.

આ પણ વાંચોઃ- રાતના દહીં ખાવાથી અને સવારે મોડા સુધી સૂવાથી ઓછી થાય છે મનુષ્યોની ઉંમર, ગુરુડ પુરાણમાં લખાયેલી છે આ વાતો

X
vastu tips and science behind sitting under the pillar in office or home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી