divyabhaskar.com
Jan 02, 2019, 12:01 PM ISTધર્મડેસ્ક: કંપની એવા ટાર્ગેટ આપે કે જે અશક્ય હોય તો કાર્યકરો પોતાનો બળાપો અંતે ગ્રાહકો પર જ કાઢે. એમાં પણ સર્વિસ પ્રોવાયડર જો ધમકીઓ આપવા લાગે તો તે નકારાત્મકતાની પરાકાષ્ઠા ગણાય.
વાસ્તુના પરીપેક્ષમાં આવું ત્યારે બને તે જોઈએ......
મુખ્ય વ્યક્તિ અગ્નિમાં પશ્ચિમ મુખી બેસતી હોય તો.
અગ્નિના બે અક્ષ નકારાત્મક હોય તો.
દક્ષિણના નકારાત્મક પદમાં દ્વાર હોય તો.
પશ્ચિમનું નકારાત્મક દ્વાર હોય તો.
વાયવ્ય અને પશ્ચિમનો મોટો દોષ હોય તો.
ઉત્તરનો અક્ષ નકારાત્મક હોય તો.
ઇશાનથી બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય તો.
ઇશાનમાં ઊંચા વૃક્ષો હોય અને એન્ટ્રીનો દોષ હોય તો.
દીવાલના રંગો અસંતુલિત હોય તો.
નાનપણમાં સફળતાની સાથે રોગ પણ આવે ત્યારે નકારાત્મકતા છે તેવું માની શકાય. પણ ભારતીય વાસ્તુમાં આવી સમસ્યાઓનું નિરાકરણ છે. તેથી ગભરાવાની જરૂર નથી.
(માહિતી- વાસ્તુ સાયન્ટિસ્ટ મયંક રાવલ)