દુકાનમાં આવક વધારવા માટે ગલ્લામાં કે તિજોરીમાં રાખો લક્ષ્મી માતાનો ફોટો, સોના-ચાંદીનો સિક્કો રાખવાથી સતત વધશે આવક

Vastu Tips put gold coin in money box and laxmi photo in Shop get benefit
Dharm Desk

Dharm Desk

Sep 14, 2018, 09:52 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સુખ-સમૃદ્ધિ ટકાવી રાખવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે તો હકારાત્મક ફળ મળી શકે છે. ઘર હોય કે દુકાન બંને જગ્યા માટે વાસ્તુ નિષ્ણાત ડો. વિનિતા નાગરે કેટલીક ખાસ વાતો જણાવી છે જેનાથી ઘરમાં બરકત અર્થાત્ સમૃદ્ધિ વધતી રહે છે.....

> દુકાન, ઘર કે ફેક્ટરીની એકદમ સામે થાંભલો કે સીડી ન હોવો જીએ. એવું હોય તો તે અશુભ ગણાય છે. જો તમારી દુકાનની સામે કોઈ મોટું ઝાડ હોય કે થાંભલો હોય તો આ વાસ્તુદોષ નિવારણ માટે મુખ્ય દરવાજા પર રોજ તાજા ફૂલ લગાવો અને સ્વસ્તિક બનાવો.

> દુકાનના ઈશાન ખૂણા(પૂર્વ-ઉત્તર દિશા)ને ખાલી રાખો અને અહીં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો.

> દુકાનમાં ત્રાજવા પશ્ચિમ કે દક્ષિણ દીવાલની સાથે કોઈ સ્ટેન્ડ ઉપર રાખવાનું શુભ ગણાય છે.

> દુકાનમાં સીડીઓ ઈશાન ખૂણા(પૂર્વ-ઉત્તર દિશા)માં ન હોવી જોઈએ. એવું હોય તો તેના ખરાબ પરિણામોથી બચવા માટે સીડીઓની નીચે વિન્ડ ચાઈમ લગાવી દો.

> જો દુકાનમાં ડબલ શટર હોય તો બંને શટરોને ખુલ્લા રાખો. અનેક લોકો દુકાનમાં બે શટરો હોય તો એકને બંધ રાખે છે, જે વાસ્તુની દ્રષ્ટિએ ખોટું માનવામાં આવે છે.

> જો ડબલ શરટવાળી દુકાનમાં બને શટરોને ખોલી શકવા શક્ય ન હોય અને માત્ર એક જ શટર ખોલી શકવા શક્ય હોય તો ઈશાન ખૂણા તરફવાળા શટરને ખુલ્લું રાખો.

> દુકાનમાં ભગવાનનું એક નાનકડું પણ એક મંદિર જરૂર સ્થાપિત કરો. એ મંદિરમાં રોજ સવાર-સાંજ દીવો જરૂર પ્રગટાવો.

> આવક વધારવા માટે દુકાનના ગલ્લા કે તિજોરીમાં દેવી લક્ષ્મીની મૂર્તિ કે ફોટો રાખો. એમ ન કરી શકતા હોવ તો ચાંદી કે સોનાનો સિક્કો પણ દેવી લક્ષ્મીનું પ્રતીક માનીને રાખી શકાય છે.

X
Vastu Tips put gold coin in money box and laxmi photo in Shop get benefit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી