ગણેશ ઉત્સવ / વિનાયકનું વિસર્જન શા માટે?, ગણેશજીનાં બધાં જ નામોમાં એક અર્થ નિહિત છે

Why the dissolution of Vinayaka ?, Ganesh Utsav 2019, Ganesh Visarjan

Divyabhaskar.com

Sep 12, 2019, 11:12 AM IST

ધર્મ ડેસ્ક (ભાર્ગવ ભટ્ટ). વિઘ્નહર્તા વિનાયકનું તમામ દેવતાઓમાં વિશેષ મહત્ત્વ છે. ‘ગણેશપુરાણ’માં ‘ગણેશ’ વિશે લખાયું છે કે ‘ગણેશ’ શબ્દમાં રહેલો ‘ગ’કાર જગદરૂપ છે અને ‘ણ’કાર બ્રહ્મવાચક છે. એટલે કે ‘ગ’ અને ‘ણ’ એ બંનેનો સુયોગ થયો છે. તેથી ગણના ઈશને ગણેશ કહે છે. માનવીનાં વિઘ્નોને હરવાનું કામ ગણનાયક ગણપતિ કરે છે. એટલે એમને વિઘ્નહરણ કહ્યા છે. ગણેશજીનાં બધાં જ નામોમાં એક અર્થનિહિત છે. એ દેવતાઓના અગ્રણી છે.

ગણપતિની સ્થાપના અને વિસર્જનની પરંપરા

દર વર્ષે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં ઘણાં શહેરોમાં, ગલીઓમાં, ઘરમાં, ભાદરવા સુદ ચોથે ગણપતિ બેસાડવામાં આવે છે અને ભાદરવા સુદ ચૌદશ એટલે કે અનંત ચતુદર્શી સુધી ગણેશજીની પ્રતિમાનું પૂજન, અર્ચન, આરાધના કરીએ છીએ અને ચૌદશના રોજ નજીકના જળાશયમાં તેને વિસર્જિત કરીએ છીએ. આવી પરંપરા કેમ છે? એના વિશે આપણે આજે વધુ જાણકારી મેળવીએ. આપણા ધર્મગ્રંથમાં જણાવાયું છે કે ભગવાન વેદવ્યાસે મહાકાવ્ય મહાભારતની રચના કરી, પરંતુ એ મહાકાવ્યનું લેખન શક્ય બનતું ન હતું. એટલે એમણે ગણપતિનું આહ્વાન કર્યું અને લેખન માટે વિનંતી કરી.

લેખન દિવસ-રાત ચાલે તેમ હતું અને તે દરમિયાન અન્ન પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવું પડે તેમ હતું. આમ કરવાથી ગણેશજીના શરીરનું તાપમાન ન વધેતે માટે વેદ વ્યાસજીએ ગણનાયક ગણપતિના શરીર ઉપર માટીનો લેપ લગાડી દીધો. તેમણે ભાદરવા સુદ ચોથના રોજ પૂજા કરી દિવ્ય મહાકાવ્ય મહાભારતના લેખનની શરૂઆત કરી. માટીના લેપને કારણે વિનાયકનું શરીર અકડાઈ ગયું. ત્યારથી તેઓ પાર્થિવ ગણેશ કહેવાયા છે.

મંગલમૂર્તિ મૂષકવાહન બન્યા મહાભારતના લહિયા

મહાભારતનું લેખનકાર્ય દસ દિવસ સુધી એટલે અનંત ચતુદર્શી સુધી ચાલ્યું. વેદવ્યાસજીએ ગણેશજી તરફ જોયું. ત્યારે તેમને લંબોદરના શરીરનું તાપમાન ઘણું વધુ જણાયું હતું. તે ઓછું કરવા અને શરીર પરથી માટીનો લેપ દૂર કરવા પાર્વતીપુત્રને પાણીમાં પધરાવી દીધા. ભગવાન વેદ વ્યાસજીએ 10 દિવસ સુધી ગણેશજીને ભાવપૂર્વક મનગમતું ભોજન કરાવ્યું. આમ, આ રીતે પાર્થિવ ગણેશની સ્થાપના, પૂજન, અર્ચન, આરાધન અને દસ દિવસના અંતે વિસર્જનની પરંપરા શરૂ થઇ. રાષ્ટ્રનેતા લોકમાન્ય ટિળકે આ ધાર્મિક પરંપરાને ઉત્સવમાં પરિવર્તિત કરી. ત્યારથી આ આરાધનાપર્વ લોકોત્સવ બની ગયું છે.

X
Why the dissolution of Vinayaka ?, Ganesh Utsav 2019, Ganesh Visarjan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી