શુભ છોડ / તુલસીને દક્ષિણ દિશામાં ન વાવવી જોઈએ, શુભ ફળ મેળવવા ઘરની આસપાસ કયા ઝાડ ક્યાં વાવવા જોઈએ?

Know best tree for your house, better Heatlh and weath

  • ઘરમાં પીપળો અને વડ ન વાવવો જોઈએ, તેને ખુલ્લી જગ્યાએ વાવવો જોઈએ, જેથી તે સારી રીતે વધી શકે

Divyabhaskar.com

Nov 08, 2019, 01:21 PM IST

ધર્મ ડેસ્ક- દેવઊઠીએ ભગવાન વિષ્ણુ વિશ્રામમાંથી જાગે છે અને તેમના લગ્ન શાલિગ્રામના સ્વરૂપમાં તુલસી માતા સાથે કરવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જરૂર વાવવામાં આવે છે. તેના વિશે એવી માન્યતા છે કે તુલસીથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

તુલસી સિવાય કેટલાક બીજા પણ ઝાડ-છોડ છે જે ઘરમાં વાવવામાં આવે છે. ઝાડ-છોડ ઘરની શોભા વધારે છે, પરંતુ તેને શુભ પણ માનવામાં આવે છે. જો તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ વાવવામાં ન આવે તો તે અશુભ ફળ પણ પ્રદાન કરી શકે છે. એટલા માટે જરૂરી છે કે તેને યોગ્ય દિશામાં અને ઘરના યોગ્ય ભાગમાં જ વાવવા જોઈએ. જાણો ઉજ્જૈનના ઈન્દ્રેશ્વર મંદિરના પુરાજી અને જ્યોતિર્વિંદ પં. સુનીલ નાગરના જણાવ્યા પ્રમાણે તુલસી અને બીજા છોડ કંઈ-કંઈ દિશામાં વાવવા જોઈએ. જેથી તેનું શુભ ફળ મેળવી શકાય.

-તુલસીના છોડને દક્ષિણ ભાગમાં ક્યારેય વાવવો ન જોઈએ. ઘરના દક્ષિણ ભાગમાં વાવવામાં આવેલ તુલસીનો છોડ ફાયદો આપવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. તુલસીને ઘરની ઉત્તર દિશામાં વાવવો જોઈએ. આ દિશા તુલસી માટે શુભ દિશા માનવામાં આવે છે. જો ઉત્તર દિશામાં તુલસીનો છોડ વાવવો શક્ય ન હોય તો પૂર્વ દિશામાં પણ તુલસીનો છોડ વાવી શકો છો. રોજ સવારે તુલસીને જળ તઢાવો અને સૂર્યાસ્ત પછી તુલસીની પાસે દીવો પ્રગટાવો.

-વડ અને પીપળાને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે, પરંતુ માન્યતા છે કે આ વૃક્ષોને ઘરમાં ન વાવવા જોઈએ. તેને ઘરમાં વાવવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે, એટલા માટે તેને હંમેશાં મંદિરમાં પાસે વાવવામાં આવે છે, આ વૃક્ષોના મૂળ ઘણા ઊંડા જાય છે, તે ઉપર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાય છે, આ ઝાડ ઘર પાસે વાવવાથી તે ઘરને નબળું બનાવી શકે છે. એટલા માટે તેને ઘરની આસપાસ વાવવાથી બચવું જોઈએ. તેને ખુલ્લી જગ્યાએ વાવવા જોઈએ, જેથી તે સારી મોકળાશથી વધી શકે.

-ઊંચા ઝાડ-છોડને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં વાવવા જોઈેએ. એવી જગ્યા જ્યાં સૂરજની ભરપૂર રોશની મળે અને તે ઘરમાં રહેનારાઓનો રસ્તો પણ ન રોકે. નાના છોડને પૂર્વ કે ઉત્તર દિશામાં વાવવા જોઈએ. નાના છોડ ઉત્તર-પૂર્વ દિશામાં વાવવાથી શુભ ફળ મળે છે.

-દૂધ ઝરતું હોય તેવા ઝાડ-છોડ ઘરના આંગણામાં ન વાવવા જોઈએ. દૂધિયા ઝાડ-છોડ જેમાંથી દૂધ ઝરતું હોય. તેને ઘરમાં રાખવાથી પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

-આંબો, આસોપાલવ, લીમડો, નારિયળ, બિલી, ચંપો વગેરેને ઘરની આસપાસ વાવવાથી સૌભાગ્યમાં વધારો થાય છે.

-ઘરની પશ્ચિમ દિશામાં આસોપાલવ, નીલગિરીના ઝાડ વાવવાથી સ્વાસ્થ્ય સુખ મળે છે.

-ઘરની દક્ષિણ દિશામાં લીમડો, નારિયળ, આસોપાલવના ઝાડ વાવવા શુભ ગણાય છે.

-ઘરના આંગણામાં ગુલાબ, તુલસી, ચમેલી, વેલી વગેરે વાવવા શુભ ગણાય છે. આ દિશામાં દૂબ-દૂર્વા ઘાસ વાવવું પણ શુભ છે. તેનાથી શત્રુનાશ, ધનસંપત્તિમાં વધારો અને સંતત્તિ સુખ મળે છે.

-ઘરની આસપાસ જો કોઈ અશુભ વૃક્ષ વાવેલા કે ઊગેલા હોય અને તે કાપવા શક્ય ન હોય તે તેની અને ઘરની વચ્ચે આસોપાલવનું ઝાડ વાવી દેવું જોઈએ. આસોપાલવ અશુભ પ્રભાવોને નષ્ટ કરનારું ઝાડ ગણાય છે.

-તુલસી અને કેળનું ઝાડ ઈશાન-ઉત્તરમાં વાવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.

ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઊંચા ઝાડ નારિયળ, આસોપાલવ વગેરે વાવવાથી શુભતા વધે છે.

-જે ઘરની સરહદમાં નિર્ગુંડીનો છોડ હોય ચે ત્યાં ગૃહ કલેશ નથી થતો.

-જે ઘરમાં એક બિલીનું ઝાડ વાવેલું હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ થતો હોય છે. બિલીથી સાત પેઢી સુધી સંપત્તિમાં ખોટ પડતી નથી.

-જે વ્યક્તિ સંકટોથી મુક્તિ મેળવવા અને નિરોગી રહેવા માંગતો હોય તેને દક્ષિણ દિશામાં લીમડાનું ઝાડ વાવવું જોઈએ.

-જે વ્યક્તિ શનિને લગતી બાધાઓ દૂર કરવા માંગતા હોય તેમને શમીનું ઝાડ વાવવું જોઈએ.

-દાડમના છોડને ઘર પાસે વાવવાથી દેવાથી મુક્તિ મળે છે.

-હળદરનો છોડ વાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા નથી રહેતી.

-નારિયળનું ઝાડ વાવવાથી માન-સન્માનમાં વધારો થાય છે.

-આસોપાલવનું ઝાડ વાવવાથી બાળકોની બુદ્ધિ તેજ થાય છે.

- ઘર પાસે તુલસી, આમળા અને બહેડાને વાવવાથી બીમારીઓ નથી થતી.

-ગલગોટાને વાવવાથી બૃહસ્પતિ-ગુરુ મજબૂત થાય છે અને લગ્નજીવન સુખી રહે છે.

-વાંસને વાવવાથી પ્રગતિ થાય ચે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. નેગેટિવ એનર્જી દૂર થાય છે.

X
Know best tree for your house, better Heatlh and weath

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી