મહત્ત્વ / મર્યાદાના બંધનમાં સમાયેલી સુરક્ષા એટલે રક્ષાબંધન, આજના સમયમાં તહેવારની સંભાવનાઓ બદલાયી

the importance of raksha bandhan, most important festivals in Hinduism

Divyabhaskar.com

Aug 10, 2019, 09:40 AM IST

ધર્મ ડેસ્ક (બી.કે.શિવાની,બ્રહ્માકુમારીઝ). જ્યારે પરમાત્મા આ સૃષ્ટિ પર અવતરિત થાય છે તો તેઓ આપણને જ્ઞાન, પ્રેમ અને શક્તિ આપે છે. પરમાત્મા પાસેથી જ્ઞાન લઇને આત્માએ પ્રતિજ્ઞા કરવાની હોય છે કે તે જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરવાનો છે. તે પ્રતિજ્ઞાથી આપણે બંધાયેલા છીએ. આ પ્રતિજ્ઞાને જે આત્મા પૂરી કરશે તે પોતાની રક્ષા થતી જોઇ શકે છે.

જીવનની આ યાત્રામાં એટલા બધા લોકો મળે છે કે, જેઓ કહે છે કે તેઓ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયા, કોઇ કહે છે કે અમે ડિવોર્સ લેવાનું વિચારતા હતા પણ આજે અમે બન્ને સાથે છીએ. આજે અમારા સંબંધો પહેલાથી સારા થઇ ગયા છે. ઘણા ભાઇ-બહેન એવા પણ મળે છે કે જે કહે છે કે અમે સ્યૂસાઇડ સુધી પહોંચી ગયા હતા પણ બચી ગયા. કોનાથી બચી ગયા, આપણે આપણા જ વિચારોથી બચી ગયા ને? મોટા ભાગના લોકો એમ કહે છે કે અમારી વિચારવાની રીત બદલાઇ ગઇ. તેનો અર્થ એ છે કે તેઓ પહેલા કરતા ઘણા વધુ પાવરફુલ થઇ ગયા. આ એમ્પાવરમેન્ટ કેવી રીતે થયું? પરમાત્મા પાસેથી જે જ્ઞાન લીધું હતું તેનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા કરી. આપણી એટલી બધી ટેવો

છે કે જેમને આપણે છોડી નથી શકતા. જેમ કે- ખાવાની, પીવાની, ટીવી જોવાની, કમ્પ્યૂટર પર કેટલો સમય બેસવાનું છે, આ ટેવો આપણે છોડી નથી શકતા, કેમ કે આપણે પોતાને બંધનમાં નથી બાંધતા. બંધન એટલે શિસ્ત. મર્યાદાઓનું પણ બંધન હોય છે, જે બહુ મહત્વનું છે કેમ કે તેમાં માત્ર સુરક્ષા સમાયેલી છે. આ એક એવું બંધન છે કે જે બહુ વહાલું લાગે છે, જેને રક્ષાબંધન કહે છે. હવે આજના સમયમાં તહેવારની સંભાવનાઓ બદલાઇ ગઇ છે. તેમના પાસાંમાં ઘણું અંતર આવી ગયું છે. આજે પોતાને એટલા શક્તિશાળી બનાવવાના છે કે આત્મા પોતાની રક્ષા જાતે કરી શકે. આ રક્ષા પોતાનાથી છે. જેમ કે આપણે કહીએ છીએ ને કે મન જ આપણો મિત્ર છે તો મન જ આપણો શત્રુ પણ છે.

નકારાત્મક વિચાર આપણા દુશ્મન છે, જેમ કે દુ:ખી થવાના સંસ્કાર પણ આપણો કેટલો મોટો દુશ્મન છે? પરમાત્મા આવીને આપણને આ જે દોરો બાંધે છે તે જ્ઞાનનો દોરો છે. જે આત્મા પરમાત્માના જ્ઞાન અને પ્રેમના દોરામાં બંધાઇ જાય છે તે આત્માની રક્ષા થઇ જાય છે. હવે આપણે વિચારીએ છીએ કે પરમાત્મા કેવી રીતે આપણી રક્ષા કરશે? પરમાત્માએ જે જ્ઞાન આપ્યું તેનાથી આપણી રક્ષા થાય તો આપણે એમ જ કહીએ છીએ કે પરમાત્માએ અમારી રક્ષા કરી.

આપણે જેટલા મર્યાદામાં રહીશું, સત્ય જ્ઞાનનું ચિંતન કરીશું, મેડિટેશન કરીશું તેનાથી આત્માની શક્તિ વધશે. પછી દરેક પરિસ્થિતિને સહજતાથી પહોંચી વળીશું. આપણે પૂજા કરવા બેસીએ છીએ તો દેવી-દેવતાઓનું આહ્વાન કરીએ છીએ. મતલબ કે આત્માની અંદર જે દિવ્યતા છે તેનું આહ્વાન કરીએ છીએ. ગ્રહ, નક્ષત્ર પણ આપણા સંસ્કારો દર્શાવે છે. પંડિતજી કહે છે કે નક્ષત્ર અને દેવી-દેવતા આપણી રક્ષા કરશે, એટલે કે આપણી દિવ્યતા જ રક્ષાકવચ છે.

X
the importance of raksha bandhan, most important festivals in Hinduism
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી