દશેરા / શ્રીરામે 10 બાણ રાવણના માથામાં, 20 બાણ હાથમાં અને 1 બાણ નાભિમાં મારીને લંકેશ્વરનો અંત કર્યો હતો

Sriram ended Lankeshwar with 10 arrows in Ravana's head, 20 arrows in his hand and 1 arrow on the navel.

  • વિભીષણે રાવણનો અંતિમ સંસ્કાર કર્યો હતો, માતા સીતાને લેવા માટે હનુમાનજી ગયા હતાં.

Divyabhaskar.com

Oct 08, 2019, 09:22 AM IST

ધર્મ ડેસ્કઃ મંગળવાર, 8 ઓક્ટોબર એટલે કે આજે દશેરા છે. ત્રેતા યુગમાં આજના દિવસે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. શ્રીરામચરિત માનસ પ્રમાણે શ્રીરામે 31 બાણ એકસાથે રાવણને માર્યાં હતાં. આ 31 બાણમાંથી 1 બાણ રાવણની નાભિમાં વાગ્યું, બાકી 30 બાણોમાંથી 10 માથામાં અને 20 હાથમાં વાગ્યાં હતાં. રાવણનું વિશાળ ધડ પૃથ્વી ઉપર પડ્યું ત્યારે પૃથ્વી હલવા લાગી હતી. જાણો, રાવણનો વધ થયો ત્યાર પછી શું થયું.

શ્રીરામના બધા જ બાણ તેમના તરકસ (તીરોનો ભાથો)માં પાછા આવી ગયાં હતાંઃ-
શ્રીરામના 31 બાણથી રાવણના 10 માથા અને હાથ કપાઇ ગયાં હતાં. બધા જ બાણોએ રાવણના માથા અને હાથને મંદોદરી સામે છોડી દીધા હતાં. આ જોઇને મંદોદરી બેભાન થઇ ગઇ હતી. ત્યાર બાદ આ બધા જ બાણ શ્રીરામના તરકસમાં પાછા આવી ગયાં હતાં.

લક્ષ્મણે વિભીષણને સમજાવ્યોઃ-
મોટા ભાઈ રાવણના મૃત્યુ બાદ વિભીષણ ખૂબ જ દુઃખી હતો. ત્યારે શ્રીરામના કહેવાથી લક્ષ્મણે વિભીષણને સમજાવ્યો. થોડીવાર બાદ વિભીષણનું દુઃખ શાંત થયું. ત્યાર બાદ શ્રીરામના કહેવાથી વિભીષણે રાવણનો અંતિમ સંસ્કાર કર્યો. શ્રીરામનો વનવાસકાળ ચાલી રહ્યો હતો, આ કારણે તેમણે લંકા નગરમાં પ્રવેશ કર્યો નહીં. શ્રીરામે લક્ષ્મણ, હનુમાનજી, સુગ્રીવ, અંગજ, નળ, નીલ, જાંબવાન વગેરેને બોલાવ્યાં અને આ બધાને કહીને વિભીષણનું રાજતિલક કરાવી દીધો હતો.

માતા સીતાને લેવા માટે હનુમાનજી ગયાં હતાંઃ-
વિભીષણનું રાજતિલક થયા બાદ શ્રીરામે હનુમાનજીને સીતાને કુશળતાના સમાચાર જણાવવા અને તેમને લઇને આવવા માટે કહ્યું. હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો અને માતા સીતાને લઇને શ્રીરામ પાસે પહોંચ્યાં હતાં. ત્યાર બાદ સીતાની અગ્ની પરીક્ષા થઇ અને શ્રીરામ, લક્ષ્મણ સહિત બધા જ પુષ્કર વિમાનમાં અયોધ્યા પહોંચ્યાં હતાં.

X
Sriram ended Lankeshwar with 10 arrows in Ravana's head, 20 arrows in his hand and 1 arrow on the navel.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી