દશેરા / રાવણ અજેય યૌદ્ધા હતો નહીં, શ્રીરામ પહેલાં પણ શિવજી અને 3 અન્ય યૌદ્ધાઓ સામે હારી ગયો હતો

Ravan was not an invincible warrior, even before Shriram lost to Shivaji and 3 other warriors.

  • રાવણ રાજા બલિ સાથે યુદ્ધ કરવા પહોંચ્યો, ત્યારે ત્યાં રમી રહેલાં બાળકોએ રાવણને પકડીને બાંધી દીધો હતો

Divyabhaskar.com

Oct 06, 2019, 02:41 PM IST

ધર્મ ડેસ્કઃ મંગળવાર, 8 ઓક્ટોબરે દશેરા છે. ત્રેતા યુગમાં આ તિથિએ શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. શ્રીરામ પહેલાં પણ રાવણ 4વાર યુદ્ધ હારી ચૂક્યો હતો. રાવણ શિવજી, રાજા બલિ, વાનર બલિ અને સહસ્ત્રબાહુ અર્જુન સાથેના યુદ્ધમાં હારી ચૂક્યો હતો. દશેરાના અવસરે જાણો યુદ્ધના પ્રસંગો વિશે...

રાવણ શિવજી સાથે યુદ્ધ કરવા પહોંચ્યો હતોઃ-

રાવણ પોતાને સૌથી શક્તિશાળી માનતો હતો. તેને આ વાતનો ઘમંડ પણ હતો. પોતાની તાકાતના નશામાં એકવાર શિવજી સાથે યુદ્ધ કરવા કૈલાશ પર્વત પહોંચી ગયો. તે સમયે શિવજી ધ્યાનમાં બેઠાં હતાં. રાવણે શિવજીને યુદ્ધ માટે લલકાર્યાં, પરંતુ મહાદેવ ધ્યાનમાં જ બેઠા રહ્યાં. ગુસ્સે થઇને રાવણ કૈલાશ પર્વત ઉઠાવવા લાગ્યો, ત્યારે શિવજીએ તેમના પગના અંગૂઠાથી જ કૈલાશનો ભાર વધારી દીધો. રાવણ કૈલાશ પર્વતનો ભાર ઉપાડી શક્યો નહીં અને તેનો હાથ પર્વત નીચે દબાઇ ગયો. આ હાર બાદ રાવણે શિવજીને ગુરૂ બનાવ્યાં અને માફી માંગી હતી.

રાવણનું રાજા બલિ સાથે યુદ્ધઃ-

દૈત્યરાજ બલિ પાતાળમાં રહેતો હતો. ત્રણ લોકોને જીતવાની કામનાથી રાવણ રાજા બલિ સાથે યુદ્ધ કરવા માટે પાતાળ પહોંચી ગયો. તે સમયે બલિના મહેલમાં થોડાં બાળકો રમી રહ્યા હતાં, તે જ બાળકોએ રાવણને પકડીને બાંધી દીધો હતો.

રાવણનું વાનર બલિ સાથે યુદ્ધઃ-

વાનરરાજ બલિ ખૂબ જ શક્તિશાળી છે તેવું સાંભળતાં જ રાવણ તેની સાથે પણ યુદ્ધ કરવા પહોંચી ગયો હતો. બલિ તે સમયે પૂજા કરી રહ્યો હતો. રાવણે તેને લલકાર્યો તો બલિએ રાવણને બાવડામાં દબાવીને ચાર સમુદ્રોની પરિક્રમા કરવા લાગ્યો. રાવણે બલિના બાવડામાંથી છૂટવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે અસફળ રહ્યો હતો. પૂજા બાદ બલિએ રાવણને છોડી દીધો. ત્યાર બાદ રાવણે બલિ સાથે મિત્રતા કરી લીધી હતી.

રાવણનું સહસ્ત્રબાહુ અર્જુન સાથે યુદ્ધઃ-

સહસ્ત્રબાહુ અર્જુનના એક હજાર હાથ હતાં. આ કારણે તેનું નામ સહસ્ત્રબાહુ અર્જુન પડ્યું હતું. એકવાર રાવણ સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કરવા પહોંચ્યો હતો. તે સમયે સહસ્ત્રબાહુએ તેના હજાર હાથ વડે નર્મદા નદીના પ્રવાહને રોક્યો હતો અને થોડીવાર બાદ પાણી છોડી દીધું હતું. નર્મદાના ઝડપી પ્રવાહમાં રાવણ વહી ગયો હતો. આ રીતે અહીં પણ રાવણની હાર થઇ હતી.

X
Ravan was not an invincible warrior, even before Shriram lost to Shivaji and 3 other warriors.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી