દશેરા / રાવણ તેના પુત્ર મેઘનાદને અજેય અને દીર્ઘાયુ બનાવવા માંગતો હતો, ઇન્દ્રને હરાવીને તે ઇન્દ્રજીત કહેવાયો

Ravan wanted to make his son Meghnad invincible and long lived

  • મેઘનાદના જન્મ સમયે જ્યોતિષના જાણકાર રાવણે બધા ગ્રહોને શુભ સ્થિતિમાં રહેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ શનિએ તિરછી નજર કરી લીધી હતી.

Divyabhaskar.com

Oct 07, 2019, 09:40 AM IST

ધર્મ ડેસ્કઃ રામાયણ અને શ્રીરામચરિત માનસ સિવાય શ્રીરામ અને રાવણ સાથે જોડાયેલી અનેક લોક કથાઓ પણ પ્રચલિત છે. એક કથા રાવણ અને શનિદેવ સાથે જોડાયેલી છે. જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જ્યારે રાવણે પુત્ર મેઘનાદનો જન્મ થવાનો હતો, ત્યારે તેણે બધા ગ્રહોને શુભ અને સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં રહેવાનો આદેશ આપ્યો હતો. તે સમયે શનિદેવ સિવાય અન્ય બધા જ ગ્રહો રાવણની ઇચ્છા પ્રમાણે તે સ્થિતિમાં રહ્યાં હતાં. રાવણ એ વાત જાણતો હતો કે શનિ આયુના દેવતા છે અને સરળતાથી મેઘનાદ માટે તેઓ શુભ યોગ બનાવશે નહીં. શનિદેવએ મેઘનાદના જન્મ સમયે એવો યોગ બનાવ્યો હતો, જેના કારણે મેઘનાદ લક્ષ્મણના હાથે માર્યો ગયો હતો.

સંપૂર્ણ પ્રસંગ આ પ્રકારે છે-


જ્યારે રાવણ અને મંદોદરીના પુત્ર મેઘનાદનો જન્મ થવાનો હતો. ત્યારે રાવણ તેનો પુત્ર અજેય બને તેવું ઇચ્છતો હતો. જેથી કોઇપણ દેવી-દેવતા તેને હરાવી શકે નહીં, તે દીર્ઘાયુ બને, તેનું મૃત્યુ હજારો વર્ષો પછી જ થાય. તેનો પુત્ર પરમ તેજસ્વી, પરાક્રમી, કુશળ યૌદ્ધ, જ્ઞાની હોય.

રાવણ જ્યોતિષનો જાણકાર પણ હતો. આ કારણે મેઘનાદના જન્મ સમયે તેણે જ્યોતિષ પ્રમાણે બધા જ ગ્રહો અને નક્ષત્રોને એવી સ્થિતિમાં બની રહેવાનો આદેશ આપ્યો કે, તેના પુત્રમાં તે બધા જ ગુણ આવી જાય જે રાવણ ઇચ્છતો હતો.

રાવણના પ્રભાવથી બધા ગ્રહ-નક્ષત્ર, દેવી-દેવતાઓ ડરતાં હતાં. જેથી મેઘનાદના જન્મ સમયે બધા જ ગ્રહો રાવણ ઇચ્છતો હતો તે રાશિમાં સ્થિત થઇ ગયાં હતાં. શનિદેવ ન્યાયાધીશ છે અને આયુના દેવતા છે આ વાત રાવણ જાણતો હતો. શનિદેવ એટલી સરળતાથી રાવણની વાત માનશે નહીં. રાવણે બળનો પ્રયોગ કરીને શનિદેવને પણ એવી સ્થિતિમાં રાખ્યા, જેનાથી મેઘનાદની આયુ વૃદ્ધિ થઇ શકે.

શનિદેવ ન્યાયાધીશ છે, જેથી રાવણની ઇચ્છા પ્રમાણે સ્થિતિમાં રહીને પણ મેઘનાદના જન્મ સમયે તેમણે નજર ત્રાંસી કરી લીધી હતી. શનિની ત્રાંસી નજરના કારણે જ મેઘનાદ અલ્પાયુ થઇ ગયો. જ્યારે રાવણને આ વાતનો અહેસાસ થયો ત્યારે તેઓ શનિદેવ ઉપર ખૂબ જ ગુસ્સે થયો હતો. ગુસ્સામાં આવીને રાવણે શનિદેવના પગમાં ગદાથી પ્રહાર કર્યો હતો. આ પ્રહારના કારણે જ શનિદેવ લંગડા થઇ ગયાં હતાં. ત્યારથી જ શનિદેવની ચાલ ધીમી થઇ ગઇ.

શનિદેવ સિવાય અન્ય બધા ગ્રહોની શુભ સ્થિતિના કારણે મેઘનાદ ખૂબ જ પરાક્રમી અને શક્તિશાળી હતો. રાવણ પુત્રે દેવરાજ ઇન્દ્રને પણ પરાસ્ત કરી દીધો હતો. આ કારણે મેઘનાદનું એક નામ ઇન્દ્રજીત પણ પડ્યું હતું. શનિદેવની ત્રાંસી નજરના કારણે મેઘનાદ અલ્પાયુ થઇ ગયો હતો. શ્રીરામ અને રાવણની વચ્ચે થયેલાં યુદ્ધમાં લક્ષ્મણના હાથે મેઘનાદ મૃત્યુ પામ્યો હતો.

X
Ravan wanted to make his son Meghnad invincible and long lived
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી