તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2019ની નવરાત્રિ અનેક શુભ યોગ લઈને આવી રહી છે, વેપાર-વ્યવસાય અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવાની શ્રેષ્ઠ તક છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે નવરાત્રિની શરૂઆત હસ્ત નક્ષત્રમાં થવાની છે. આ નક્ષત્રમાં જ કળશ સ્થાપવામાં આવશે
  • આ વર્ષે 8 ખૂબ જ શુભ યોગ દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ પ્રદાન કરનારા રહેશે

ધર્મ ડેસ્ક- 29મી સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિ આ વખતે અનેક રીતે શુભ બની રહેશે. આ વખતે માતા ગજ અર્થાત્ હાથી ઉપર સવાર થઈને આવશે જે સારા વરસાદ અને સારી ખેતીનો સંકેત આપે છે. તેની સાથે જ આ વર્ષે 8 ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે, જે માતાના ભક્તોને દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ પ્રદાન કરનારા રહેશે.
 

શુભ સંયોગમાં થશે ઘટસ્થાપન-
 
આ વર્ષે ઘટ સ્થાપનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને દ્વિપુષ્કર નામના શુભ યોગ બની રહ્યા છે. જે શુભ કામ માટે અતિશુભ ગણાય છે.
 
આ વર્ષે નવ દિવસની પૂર્ણ પૂજા થઈ શકશે અને 10મા દિવસે દેવીની વિદાય થશે. એટલે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી નવરાત્રિ રહેશે અને 8મી ઓક્ટોબરે દશેરા ઉજવાશે.
 
આ વર્ષે સુખ સમૃદ્ધિના કારક ગ્રહ શુક્રનો ઉદય થવો તે ખૂબ જ ફળદાયી રહેશે. શુક્રનો સંબંધ લક્ષ્મી સાથે હોય છે. શુક્રનો ઉદય થવાનો સંકેત એ છે કે ભક્તોને સુખ-સમૃદ્ધિ ચોક્કસપણે મળી શકે. ધનની ઈચ્છા રાખનારાઓની ઈચ્છા માતાની ઉપાસનાથી પૂરી થઈ શકે છે. આ વખતે બુધનું શુક્રના ઘર તુલામાં આવવું તે પણ શુભ સંકેત ગણાય છે.
 

નવરાત્રિનો પ્રારંભ હસ્ત નક્ષત્રમાં થશે
 
આ વર્ષે નવરાત્રિની શરૂઆત હસ્ત નક્ષત્રમાં થવાની છે. આ નક્ષત્રમાં જ કળશ સ્થાપવામાં આવશે. હસ્ત નક્ષત્રને 26 નક્ષત્રોમાં 13મું અને શુભ નક્ષત્ર માનવામાં આવે છે. તેના સ્વામી ચંદ્ર છે. આ નક્ષત્રને જ્ઞાન, મુક્તિ અને મોક્ષ પ્રદાન કરનારું માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કળશમાં જળ ભરીને પૂજાનો સંકલ્પ લેવો શુભ ફળદાયી માનવામાં આવે છે.
 

નવરાત્રિમાં અમૃત સિદ્ધિ યોગ પણ સર્જાશે
 
આ વર્ષે નવરાત્રિમાં બીજા દિવસની પૂજા અર્થાત્ 30 સપ્ટેમ્બર, ચોથા દિવસની પૂજા અર્થાત્ 2 ઓક્ટોબરે અમૃત સિદ્ધિ નામનો શુભ યોગમાં થશે જે ખૂબ શુભ ગણાય છે.
 

નવરાત્રિમાં રવિયોગ સર્જાશે
 
આ વર્ષે નવરાત્રિમાં ત્રણ દિવસ રવિયોગ બની રહ્યો છે. ત્રીજા દિવસ 1 ઓક્ટોબરે, છઠ્ઠા દિવસે 4 ઓક્ટોબરે અને સાતમા દિવસે 5 ઓક્ટોબરે રવિયોગ રહેશે. 8 ઓક્ટોબરે રવિયોગમાં જ વિજયાદશમીનો તહેવાર ઉજવાશે. આ યોગમાં જ દેવીનું વિસર્જન પણ થશે.
 

નવરાત્રિમાં 4 સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે
 
આ વર્ષે નવરાત્રિમાં 4 સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. જેથી સાધકો અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. આ યોગમાં બધા જ પ્રકારના શુભ કામ થઈ શકે છે. આ યોગ 29 સપ્ટેમ્બરે, 2, 6 અને 7 ઓક્ટોબરે એમ ચાર દિવસ રહેશે.
 

અન્ય સમાચારો પણ છે...