તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તિથિ:ફાગણ વદ - 3
વિક્રમ સંવત: 2076
આજનો તહેવાર: સંકષ્ટ ચતુર્થી (ચંદ્રોદય 21.46)
આજનો મંત્ર જાપ: ઓમ મોદકપ્રિયાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિનાં ચોઘડિયાં: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
શુભ ચોઘડિયાં: શુભ-06.52થી 08.21, ચલ-11.20થી 12.49, લાભ-12.49થી 14.19, અમૃત-14.19થી 15.48, શુભ-17.17થી 18.46, અમૃત-18.46થી 20.17, ચલ-20.17થી 21.48
યોગ: ધ્રુવ
કરણ: બવ
રાહુકાળ: 13.30થી 15.00
દિશાશૂળ: દક્ષિણ
આજનો વિશેષ યોગઃ વિષ્ટિ સમાપ્ત 12.00, સ્થિર યોગ 16.16થી સૂર્યોદય.
આજનો પ્રયોગ: ગુરુવારના દિવસે જગતપિતા શ્રી બ્રહ્માજી કે આપના ગુરુનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે તેમજ સફેદ ચંદન કરવું શ્રેષ્ઠ ગણાય છે.
તિથિના સ્વામી: તૃતીયા તિથિના સ્વામી શ્રી ગૌરીજી તેમજ શ્રી ગણેશજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે તેઓની પૂજા-અર્ચના કરવાથી શાંતિ તેમજ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ તુલા રાશિ. અાજે જન્મેલા બાળકનું નામ ર,ત અક્ષર પરથી પાડવું.
નક્ષત્ર: આજે બપોરે 16.16 વાગ્યા સુધી ચિત્રા ત્યારબાદ સ્વાતિ.
આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે પગ, કાન તેમજ ચામડીના રોગમાં વધારે જણાય.
વિદ્યાર્થી: ચંચળતા અને સર્જનાત્મક વૃત્તિનું પ્રમાણ વિશેષ જણાય. પ્રશાસન, નાણા પ્રબંધન, કાયદા શાસ્ત્ર, બેંકિંગ જેવા વિષયમાં વધારે રૂચી જણાય.
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ અને વ્યવહારપણું વિશેષ પ્રમાણમાં જણાય. પ્રભાવશાળી વ્યક્તિત્વના લીધે ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં વિશેષ સ્થાન મળે.
કૌટુંબિકઃ જીવનકાર્યમાં સિદ્ધાંતોમાં બાંધછોડ કરી સફળતા પ્રાપ્ત કરે. પારિવારિક કાર્યોમાં વિશેષ ભૂમિકા ભજવે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.