• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Dev Uthani Ekadashi Puja Shubh Muhurat 2019: Ekadashi Puja Vidhi, Tulsi Vivah Ekadashi Shubh Muhurat, Dev Uthani Gyaras

દેવઊઠી પર્વ / તુલસી વિવાહ માટે સાંજે 5 થી 5:30 સુધી શ્રેષ્ઠ શુભ મુહૂર્ત છે, સૂર્યાસ્ત પછી લગ્ન નહીં થઈ શકે! કેવી રીતે પૂજા કરવી જોઈએ?

Dev Uthani Ekadashi Puja Shubh Muhurat 2019: Ekadashi Puja Vidhi, Tulsi Vivah Ekadashi Shubh Muhurat, Dev Uthani Gyaras

  • ગોધૂળિ વેળામાં તુલસીના લગ્ન કરવા શ્રેષ્ઠ હોય છે, તેનાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે

Divyabhaskar.com

Nov 08, 2019, 01:44 PM IST

ધર્મ ડેસ્ક- સુદપક્ષની એકાદશી આજે હોવાથી તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવશે. આ પરંપરા બ્રહ્મવૈવર્ત પુરાણની કથા પ્રમાણે પાલન કરવામાં આવે છે. તેમાં તુલસીને માતા લક્ષ્મી અને શાલિગ્રામને ભગવાન વિષ્ણુરૂપ માનીને લગ્ન કરાવવામાં આવે છે. તુલસી-શાલિગ્રામ વિવાહ કરાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. તેની સાથે જે લોકોના ઘરમાં છોકરીઓ નથી તેમને તુલસી વિવાહથી કન્યાદાન કર્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે.

ગોધૂળિ વેળામાં તુલસી વિવાહ થશે-

ગોધૂળિ વેળા અર્થાત્ સંધ્યાકાળ. પહેલાં જ્યારે ગાયો સાંજના સમયે જંગલમાંથી ચરીને પાછી આપતી હતી તે સમને ગોધૂળીવેળા કહેવામાં આવતી હતી. ગાયમાં જ લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. આ સમય લક્ષ્મીજીનો માનવામાં આવે છે. એટલા માટે આ કાળમાં લગ્ન અને અન્ય માંગલિક કામ પણ કરી શકાય છે. દેવઊઠીની સાંજે 5 થી 5-30 વાગ્યાની વચ્ચે તુલસી વિવાહ કરાવવાનું શ્રેષ્ઠ છે. બીજી વાત એ ખાસ ધ્યાન રાખવી કે સૂર્યાસ્ત પછી તુલસી વિવાહ ન કરાવવા જોઈએ.

તુલસી વિવાહની પરંપરા-

ભગવાન શાલિગ્રામની સાથે લક્ષ્મીજીના લગ્નની પરંપરા પાછળની એક પૌરાણિક કથા છે, જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામના વિષ્ણુ ભક્તની સાથે છલ કર્યો હતો. ત્યારબાદ વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપી પત્થર બનાવી દીધા હતા, પરંતુ લક્ષ્મી માતાની વિનંતીથી તેમને વિષ્ણુને ફરીથી યોગ્ય કરીને તે સતી થઈ ગઈ હતી. તે રાખમાંથી જ તુલસીના છોડનો જન્મ થયો અને તેની સાથે શાલિગ્રામના લગ્ન કરવાની પરંપરા શરૂ થઈ હતી.

તુલસી પૂજાનો મંત્ર-

तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्या यशस्विनी।
धर्म्या धर्मानना देवी देवीदेवमनः प्रिया।।
लभते सुतरां भक्तिमन्ते विष्णुपदं लभेत्।
तुलसी भूर्महालक्ष्मीः पद्मिनी श्रीर्हरप्रिया।।


તુલસી પરિક્રમાનો મંત્ર-


वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंमेता।।

તુલસી અને શાલિગ્રામ લગ્નની વિધિ-

-તુલસીના છોડને સૂર્યાસ્ત પહેલાં જ આંગણા કે છત પર રાખી દો.

-શુભ મુહૂર્તમાં છોડની ઉપર મંડપ બનાવો.

-એક શાળીમાં શુદ્ધ જળ, ચંદન, કંકુ, ફલ, હળદર, અબીર, ગુલાલ, ચોખા, કલાવા(મૌલી) અને બીજી પૂજાની સામગ્રી રાખો.

-પૂજા પહેલાં જ તુલસીના કૂંડામાં શાલિગ્રામનું આહવાન કરીને શાલિગ્રામને કૂંડામાં સ્થાપિત કરો.

-પહેલાં ભગવાન શાલિગ્રામની પૂજા કરો. શાલિગ્રામ ઉપર શુદ્ધ જળ, ચંદન, કલાવા, વસ્ત્ર, અબીર, ગુલાલ અને પૂલ ચઢાવો. ત્યારબાદ ભગવાન શાલિગ્રામને નૈવૈદ્ય માટે મિઠાઈ અને અન્ય વસ્તુઓ ચઢાવો. ત્યારબાદ તુલસીની પૂજા કરો.

-તુલસી દેવી પર પૂજા અને સુહાગ સામગ્રીઓની સાથે લાલ ચુંદડી ચઢાવો. ત્યારબાજ ધૂપ-દીપ પ્રગટાવીને નૈવૈદ્ય લગાવો.

-પછી કર્પૂરથી આરતી કરો અને 11 વાર તુલસીની પરિક્રમા કરો.

-તુલસી પર ચઢાવવામાં આવલ સુહાગનો સામાન અને અન્ય વસ્તુઓ બીજા દિવસે કોઈ વિવાહિત સ્ત્રીને દાન આપી દો.

X
Dev Uthani Ekadashi Puja Shubh Muhurat 2019: Ekadashi Puja Vidhi, Tulsi Vivah Ekadashi Shubh Muhurat, Dev Uthani Gyaras

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી