ગણેશ વિસર્જન / વિશેષ પૂજા બાદ મૂર્તિનું વિસર્જન, સાંજે 06:25 વાગ્યા સુધીનાં શુભ મુહૂર્ત

Ganpati Visarjan 2019: Ganesh Visarjan Shubh Muhurat and Puja Vidhi

  • 10 દિવસથી ચાલી રહેલા ગણેશ ઉત્સવનું આજે સમાપન
  • ગણેશજીને મૂળ સ્વરૂપમાં સમાહિત કરવા માટે પાણીમાં વિસર્જન કરવાનું મહત્ત્વ

Divyabhaskar.com

Sep 12, 2019, 09:14 AM IST

ધર્મ ડેસ્ક. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની સ્થાપના કર્યા પછી, મૂર્તિનું અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરવામાં આવે છે. આ દિવસે પણ પૂજા, આરતી અને ભોગ અગાઉના 10 દિવસની જેમ જ કરવામાં આવે છે. ત્યારબાદ વસર્જન સમયે ફરીથી તેની પૂજા કરવામાં આવે છે. જેને ઉત્તર પૂજા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આરતી અને પ્રાણ-પ્રતિષ્ઠિત માટીની ગણેશ મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવું જોઈએ. આવું કરવાથી 10 દિવસની પૂજા-અર્ચનાના સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે બલિદાન અને પરોપકાર્યનું પણ મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન આ ભાવનાથી ખુશ થાય છે.

ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

સવારે 10:50થી બપોરે 03:22 સુધી
સાંજે 04:55થી 06:25 સુધી

વિધિ

વહેલી સવારે ઉઠીને સ્નાન કરી માટીથી બનેલા શ્રીગણેશજીની મૂર્તિની પૂજા કરો. ગણેશજીને ચંદન, અક્ષત, અબીલ, ગુલાલ, સિંદૂર, અત્તર, જનોઈ અર્પણ કરો.

પૂજા કરતી વખતે બોલવાના મંત્રો

ॐ गं गणपतये नमः। ॐ श्री गजाननाय नमः। ॐ श्री विघ्नराजाय नमः।
ॐ श्री विनायकाय नमः। ॐ श्री गणाध्यक्षाय नमः। ॐ श्री लंबोदराय नम:।
ॐ श्री विघ्नेश्वराय नमः। ॐ श्री वक्रतुंडाय नम:। ॐ श्री गणनाथाय नम:।
ॐ श्री गौरीसुताय नम:। ॐ श्री गणाधीशाय नम:। ॐ श्री सिद्धिविनायकाय नम:।

ત્યારબાદ ગણેશજીને 21 દૂર્વાની જોડી ચઢાવવી. 21 લાડુનો ભોગ લગાવવો અને પછી કપૂર થકી ભગવાનની આરતી કરવી. પૂજા બાદ ભક્તોને પ્રસાદ વહેંચવો. શક્ય હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યારબાદ પરિવારજનોએ ભોજન ગ્રહણ કરવું.

પૂજા કર્યા પછી વિસર્જન

વિસર્જન સ્થળે હાજર કુટુંબના સભ્યો અને અન્ય ભક્તોએ ફૂલ તથા અક્ષત હાથમાં લેવું. પછી વિસર્જન મંત્ર બોલીને ભગવાન ગણેશને અર્પણ કરો.

વિસર્જન મંત્ર

ॐ गच्छ गच्छ सुरश्रेष्ठ, स्वस्थाने परमेश्वर
यत्र ब्रह्मादयो देवाः, तत्र गच्छ हुताशन ।।
ॐ श्री गणेशाय नमः, ॐ श्री गणेशाय नमः, ॐ श्री गणेशाय नमः।

વિસર્જન

ગણેશજીની પૂજા કર્યા પછી ઘરના શુધ્ધ વાસણોમાં શુદ્ધ પાણી ભરો. તે જળમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરો. માટીની પ્રતિમા ટૂંક સમયમાં ઓગળી જશે. બાદમાં આ માટી ઘરમાં રાખેલા કુંડામાં ઢોળી શકાય છે. આ કુંડામાં દુર્વા અથવા કોઈપણ છોડ લગાવો.

પાણીમાં વિસર્જનનું મહત્ત્વ

પાણીને પાંચ તત્વોમાંનું એક માનવામાં આવે છે. તેમાં ઓગળીને પ્રાણ પ્રતિષ્ઠિત ગણેશ મૂર્તિ પંચ તત્વોમાં ભળીને તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. પાણીમાં લીન થવાને લીધે ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઈ જાય છે. મૂર્તિને પાણીમાં ડૂબાડીને એવું માનવામાં આવે છે કે પાણીમાં ભળીને પરમાત્મા તેના મૂળ સ્વરૂપમાં પાછા જાય છે. તેને દૈવી સંઘનું પ્રતીક પણ ગણવામાં આવે છે. બધા જ દેવી દેવતાઓનું વિસર્જન જળમાં જ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે, સંસારમાં જેટલી મૂર્તિઓમાં દેવી-દેવતાઓ અને પ્રાણીઓ સામેલ છે તે તમામમાં હું છું અને અંતે દરેકે મારામાં ભળવાનું છે.

X
Ganpati Visarjan 2019: Ganesh Visarjan Shubh Muhurat and Puja Vidhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી