દશેરા / ભારતની 5 જગ્યાના દશેરા ખૂબ જ પ્રસિદ્ધ છે, ક્યાંક 600 વર્ષ તો ક્યાંક 409 વર્ષથી આ તહેવાય ઉજવાય છે

Dussehra is very famous in 5 places of India, it is celebrated for 600 years or 409 years somewhere.

Divyabhaskar.com

Oct 08, 2019, 09:49 AM IST

ધર્મ ડેસ્કઃ નવરાત્રિ પૂર્ણ થયા બાદ વિજયાદશમી એટલે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્રેતા યુગમાં આ તિથિમાં ભગવાન શ્રીરામે રાક્ષસરાજ રાવણનો વધ કર્યો હતો, માટે આ દિવસે રાવણ દહન અને મેળાનું આયોજન કરવામાં આવે છે. દેશની એવી પાંચ જગ્યા જ્યાં દશેરાની રોનક દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

બસ્તરઃ અહીં 600 વર્ષથી આ તહેવાર ઉજવવામાં આવે છેઃ-
છત્તીસગઢમાં બસ્તર જિલ્લાના દણ્ડકરણ્યમાં ભગવાન રામ તેમના ચૌદ વર્ષ દરમિયાન રહ્યા હતાં. આ જગ્યાના જગદલપુરમાં માતા દંતેશ્વરી મંદિર છે, જ્યાં દર વર્ષે દશેરાના દિવસે વન ક્ષેત્રના હજારો આદિવાસી આવે છે. બસ્તરના લોકો 600 વર્ષથી આ તહેવાર ઉજવે છે. આ જગ્યાએ રાવણનું દહન કરવામાં આવતું નથી. અહીંના આદિવાસી અને રાજાઓની વચ્ચે સારો સંબંધ હતો. રાજા પુરૂષોત્તમે અહીં રથ ચલાવવાની પ્રથા શરૂ કરી હતી. આ કારણે અહીં રાવણનું દહન નહીં પરંતુ દશેરાના દિવસે રથ ચલાવવામાં આવે છે.

મૈસૂરઃ 409 વર્ષ જૂની પરંપરાઃ-
દશેરાને કર્નાટકનો પ્રાદેશિક તહેવાર માનવામાં આવે છે. મૈસૂરના દશેરા આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં દશેરા જોવા માટે લોકો દુનિયાભરથી આવે છે. અહીં દશેરાનો મેળો નવરાત્રિથી જ શરૂ થઇ જાય છે. તેમાં લાખો લોકો ભાગ લે છે. મૈસૂરમાં દશેરાનો સૌથી પહેલો મેળો 1610માં આયોજિત કરવામાં આવ્યો હતો. મૈસૂરનું નામ મહિષાસુરના નામથી રાખવામાં આવ્યું હતું. આ દિવસે મૈસૂર મહેલને એક દુલ્હન જેવો સજાવવામાં આવે છે. ગાયન-વાદન સાથે શૌભાયાત્રા પણ કાઢવામાં આવે છે.

કુલ્લુઃ માથા ઉપર મૂર્તિ રાખીને લોકો જાય છેઃ-
હિમાચલ પ્રદેશમાં કુલ્લુના ઢાલપુર મેદાનમાં ઉજવવામાં આવતા દશેરાને પણ દુનિયાના પ્રસિદ્ધ દશેરા માનવામાં આવે છે. હિમાચલના કુલ્લુમાં દશેરાને આંતરાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો છે. અહીં વિશાળ સંખ્યામાં લોકો આવે છે. અહીં દશેરાનો તહેવાર 17મી સદીથી ઉજવવામાં આવી રહ્યો છે. અહીં લોકો અલગ-અલગ ભગવાનની મૂર્તિને માથા ઉપર રાખીને ભગવાન રામને મળવા માટે જાય છે. આ ઉત્સવ અહીં 7 દિવસ સુધી મનાવવામાં આવે છે.

મદિકેરીઃ અહીં લાખો લોકો આવે છેઃ-
કર્નાટકના મદિકેરી શહેરમાં દશેરાનો ઉત્સવ 10 દિવસ સુધી શહેરના 4 મોટાં વિવિધ મંદિરોમાં આયોજિત થાય છે. તેની તૈયારી 3 મહિના પહેલાં જ શરૂ કરી દેવામાં આવે છે. દશેરાના દિવસે એક વિશેષ ઉત્સવની શરૂઆત થાય છે. આ શહેરના લોકોને એક ખાસ પ્રકારની બીમારીએ ઘેરી લીધા હતાં, જેને દૂર કરવા માટે મદિકેરીના રાજાએ દેવી મરિયમ્માને પ્રસન્ન કરવા માટે આ ઉત્સવની શરૂઆત કરી હતી.

કોટાઃ 25 દિવસ સુધી આ ઉત્સવ ચાલે છેઃ-
રાજસ્થાનના કોટા શહેરમાં દશેરાનું આયોજન 25 દિવસ સુધી થાય છે. આ મેળાની શરૂઆત 125 વર્ષ પૂર્વ મહારાવ ભીમસિંહ બીજાએ કર્યું હતું. આ પરંપરા આજ સુધી નિભાવવામાં આવી રહી છે. આ દિવસે અહીં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનું પૂતળું દહન કરવામાં આવે છે. ભજન કીર્તન સાથે જ અનેક પ્રકારની પ્રતિયોગિતાઓ પણ આયોજિત કરવામાં આવે છે. માટે જ આ મેળો પ્રસિદ્ધ મેળામાંથી એક છે.

X
Dussehra is very famous in 5 places of India, it is celebrated for 600 years or 409 years somewhere.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી