આજનું પંચાંગ / 15 ડિસેમ્બર, રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

December 15, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Dec 15, 2019, 08:27 AM IST

તિથિઃ માગશર સુદ - 8
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ મનોહરાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, લાભ, ઉદ્વેગ
શુભ ચોઘડિયાં: લાભ- 07.07થી 08.27, અમૃત- 08.27થી 09.48, શુભ- 11.09થી 12.30, ચલ- 15.11થી 16.32, લાભ- 16.32થી 17.52, શુભ- 19.32થી 21.11, અમૃત- 21.11થી 22.51
યોગઃ હર્ષણ
કરણઃ વિષ્ટિ
રાહુકાળઃ 12.00થી 13.30
દિશાશૂળઃ ઉત્તર
આજનો વિશેષ યોગઃ બુધાષ્ટમી, પંચક, વિષ્ટિ સમાપ્ત 12.19, મજૂર દિન (ગુજરાત)નૌ. જલ સેના દિન.
આજનો પ્રયોગ: આજે ભગવાન શ્રી વિષ્ણુજી તેમજ શ્રી ગણપતિજીનું પૂજન કરવું તેમજ મગનું દાન આપવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: અષ્ટમી તિથિના સ્વામી શ્રી રુદ્ર છે.
તિથિ વિશેષ: આજના દિવસે તેમનું પૂજન-અર્ચન કરવાથી તેમજ શિવ સ્તોત્રનો પાઠ કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે.
નક્ષત્રઃ આજે રાત્રે 17.11 સુધી શતતારા ત્યારબાદ પૂર્વાભાદ્રપદ.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કુંભ રાશિ. અાજે જન્મેલા બાળકનું નામ ગ,શ,સ,ષ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે લોહીને લગતી સમસ્યા તેમજ હૃદયને લગતી સમસ્યા વિશેષ જણાય.
વિદ્યાર્થીઃ જાતકનો અભ્યાસ વર્ષ દરમિયાન સારો જણાય. તેઓ મુખ્યત્વે વિજ્ઞાન, રસાયણ, એન્જિનિયરિંગ જેવા વિષયોમાં વિશેષ રસ ધરાવે.
સ્ત્રી વર્ગઃ સંવેદનશીલતાનું પ્રમાણ વધુ હોય. નિષ્ઠાવાન અને કાર્યકુશળતાના કારણે ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે.
કૌટુંબિકઃ સ્નેહીજનોનો સાથ સહકાર સારો જણાય. કૌટુંબિક કાર્યોમાં વડીલ વર્ગની સલાહથી મધુર ફળ ચાખવા મળે.

X
December 15, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી