ગણેશ ઉત્સવ સમાપ્તિ / માટીની મૂર્તિ હોય તો ઘરમાં જ પાણી ભરેલા ટબમાં મૂર્તિ પધરાવીને વિસર્જન કરવું

Bhadarva Sud Chaudas, Ganesh festival ends, ganesh visarjan shubh muhurat, Anant chaudas

Divyabhaskar.com

Sep 12, 2019, 09:18 AM IST

ધર્મ ડેસ્ક. આજે ભાદરવા સુદ ચૌદસની વૃદ્ધિ તિથિ જેને અનંત ચતુર્દશી, શ્રી ગણેશ મહા ઉત્સવ સમાપ્તિ તરીકે ગણવામાં આવે છે. આખા દિવસમાં ગમે ત્યારે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકાય, કારણ કે ભદ્રા કે વિષ્ટી જેવો યોગ બનતો નથી માટે આખા દિવસમાં ગમે ત્યારે અનુકૂળતા મુજબ ગણેશ વિસર્જન કરી શકાય.

માટીની મૂર્તિ હોય તો અવશ્ય પોતાના ઘરમાં પાણી ભરેલા ટબમાં મૂર્તિ પધરાવીને વિસર્જન કરવું. તેની માટી તુલસી ક્યારે કે આસોપાલવના ક્યારે નાખી દેવી. જેનાથી ઘર ઓફિસમાં બરકત વધશે. દુંદાળા દેવની જે સ્થાપના કરેલ હતી તેનું વિધિવત રીતે વિસર્જન પૂજા કરવી અતિ આવશ્યક છે. રિદ્ધિ-સિદ્ધિના દાતા અમારા ઘરમાં, પરિવારમાં, ઓફિસમાં આવતા રહેજો. અમારી ઉપર કૃપાદૃષ્ટિ વરસાવતા રહેજો. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા મુજબ નીચેના શુભ મુહૂર્ત એ વિસર્જન કરી શકાય.

અમદાવાદ શહેર માટે ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

તારીખ 12/09/2019 , ગુરુવાર

શુભ ચોધડીયું ૬.૨૬થી ૭.૫૮

ચલ ચોધડીયુ ૧૧.૦૬થી ૧૨.૩૮

લાભ ચોધડીયુ ૧૨.૩૮થી ૧૪.૧૨

અમૃત ચોઘડીયુ ૧૪.૧૨થી ૧૫.૪૫

શુભ ચોધડીયુ ૧૭.૧૯ થી ૧૮.૫૨

અમૃત ચોઘડીયું ૧૮.૫૨ થી ૨૦.૧૯

X
Bhadarva Sud Chaudas, Ganesh festival ends, ganesh visarjan shubh muhurat, Anant chaudas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી