6 એપ્રિલને શનિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિ: ચૈત્ર સુદ-1
વિક્રમ સંવત: 2075 
આજનો તહેવાર: ગુડી પડવો 
આજનો મંત્ર જાપ: ઓમ સંવત્સરાય નમ: 
દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ 
રાત્રિનાં ચોઘડિયાં: લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ 
શુભ ચોઘડિયાં: શુભ- 08:02થી 09:36, ચલ- 12:42થી 14:15, લાભ- 14:15થી 15:49, અમૃત- 15:49થી 17:22, લાભ- 18:55થી 20:22, શુભ- 21:49થી 23:18 
યોગ: વૈધૃતિ 
કરણ: બાલવ 
રાહુકાળ: 09:00થી 10:30 
દિશાશૂળ: પૂર્વ 
આજનો વિશેષ યોગઃ શાલિવાહનશક સં. 1941 પ્રારંભ વિકારી- સંવત્સરારંભ, ચૈત્રી વાસંતી નવરાત્રિ, પ્રારંભ, ઘટ સ્થાપના, ચેટી ચાંદ, મુ.30 સામ્યર્ઘ, ઈષ્ટિ, ધ્વજારોહણ, પંચક સમાપ્ત 07:23 
આજનો પ્રયોગઃ આજે વિકારી નામના નવા સંવત્સરનો પ્રારંભ થાય છે તો આપના વડીલો અને દેવાલયના આશીર્વાદ લઈ દિવસનો પ્રારંભ કરવો તેમજ ચૈત્રી નવરાત્રિની શરૂઆત હોવાથી મા શૈલપુત્રીનું પૂજન-અર્ચન કરવું. 
તિથિના સ્વામી: એકમ તિથિના સ્વામી શ્રી અગ્નિદેવજી છે. 
તિથિ વિશેષ: આજના દિવસે તેમની પૂજા કરવાથી ધન-ધાન્ય તેમજ સારા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. 
નક્ષત્ર: સવારે 07:23 સુધી રેવતી ત્યારબાદ અશ્વિની 
આજની જન્મ રાશિઃ સવારે 07:23 સુધી મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મેષ (અ,લ.ઈ) પરથી રાખવું. 
આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: વર્ષ દરમિયાન જાતકનું આરોગ્ય નરમ ગરમ જણાય. ગળા-નાકના દર્દો, ફેફસાંની બીમારી તેમજ લોહીને લગતી સમસ્યા વધારે જણાય. 
વિદ્યાર્થી: વિચારશક્તિ, સંશોધન વૃત્તિ તેમજ નવી કળા શીખવાની જિજ્ઞાસા વધારે હોય. ચિત્રકળા, ફેશન, સંગીત વિષયોમાં ભૂમિકા ભજવે. 
સ્ત્રી વર્ગઃ નિર્ણાયક શક્તિ સારી તેમજ સ્વસ્છતાના આગ્રહી હોય. વર્ષ દરમિયાન ધાર્યુ ફળ પ્રાપ્ત કરવા વિશેષ સંઘર્ષ કરવો પડે. 
કૌટુંબિક: ભૌતિક સુખના પ્રેમી હોય એટલે તેવા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે. શીઘ્ર વિનોદ વૃત્તિ, હાજરજવાબીપણું કળાથી કૌટુંબિક પ્રિયપાત્ર હોય. 
અન્ય સમાચારો પણ છે...