તિથિ: ફાગણ વદ- 30
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ રીમ્ સુધીધરાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિનાં ચોઘડિયાં: રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
શુભ ચોઘડિયાં: ચલ- 06:30થી 08:03, લાભ- 08:03થી 09:36, અમૃત- 09:36થી 11:09, શુભ- 12:42થી 14:16, ચલ- 17:22થી 18:55, લાભ- 21:49થી 23:15
યોગ: ઐન્દ્ર
કરણ: કિંસ્તુઘ્ન
રાહુકાળ: 10:30થી 12:00
દિશાશૂળ: પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ પંચક, વૈધૃતિ પ્રારંભ 22.09, અન્વાધાન, અમાસ, મન્વાદિ, અમૃતસિદ્ધિ યોગ અહોરાત્ર, રાષ્ટ્રીય દરિયાઈ દિન
આજનો પ્રયોગઃ આજે આપના કુળદેવી કે શ્રી દુર્ગાજીની પૂજા-અર્ચના કરવી શ્રેયકર મનાય છે. તેમજ રક્ત (લાલ) ચંદન કરવું શ્રેષ્ઠ મનાય છે.
તિથિના સ્વામી: અમાવાસ્યા તિથિના સ્વામી પિતૃદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે આપના દિવંગત પિતૃઓને યાદ કરવા, પિતૃ તર્પણ કરવું અને બ્રહ્મભોજન કરાવવું શ્રેયકર મનાય છે.
આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. પરંતુ તેઓને માનસિક શ્રમથી થતા રોગ, શરદી, તાવ જેવા રોગો મુખ્યત્વે વધારે જણાય.
વિદ્યાર્થી: વર્ષ દરમિયાન વિદ્યાભ્યાસ સારો જણાય. તેઓ પ્રકાશન, પત્રકારિતા, ગણિત, ફાર્મસી જેવા વિષયોમાં વિશેષ રુચિ હોય.
સ્ત્રી વર્ગઃ કોઈ મુશ્કેલીમાં કેવી રીતે બહાર નીકળવું તેનો માર્ગ જાણતા હોય. પરિસ્થિતિને અનુરુપ થવાના ગુણના કારણે આગવું સ્થાન ધરાવે.
કૌટુંબિક: સંબંધોમાં મધુરતા જળવાઈ રહે. પોતાની વૈચારિક શક્તિ અને કાર્ય કુશળતાના કારણે કૌટુંબિક પ્રિયપાત્ર હોય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.