આજનું પંચાંગ / 14 માર્ચને ગુરુવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

Today's Panchang, 14 March 2019, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

divyabhaskar.com

Mar 14, 2019, 09:53 AM IST

તિથિ: ફાગણ સુદ- 8


વિક્રમ સંવત: 2075


આજનો મંત્ર જાપ: ઓમ રીમ્ પિતામહાય નમ:


દિવસનાં ચોઘડિયાંઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ


રાત્રિનાં ચોઘડિયાં: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત


શુભ ચોઘડિયાં: શુભ- 06:51થી 08:20, ચલ- 11:19થી 12:49, લાભ- 12:49થી 14:18, અમૃત- 14:18થી 15:48, શુભ- 17:17થી 18:47, અમૃત- 18:47થી 20:17, ચલ- 20:17થી 21:48


યોગ: પ્રીતિ


કરણ: વિષ્ટિ


રાહુકાળ: 13:30થી 15:00


દિશાશૂળ: દક્ષિણ


આજનો વિશેષ યોગઃ વિષ્ટિ સ. 15:58, હોળાષ્ટક પ્રા., દુર્ગાષ્ટમી, સૂર્યનો નિરયન મીન રાશિ પ્ર. 29:38, મુ. 15 મહર્ઘ, સંક્રાંતિ પુ.કા. સૂર્યોદયથી મધ્યાહન સુધી, મીનાર્ક- કમુરતા પ્રા. 29:38


આજનો પ્રયોગઃ આજના દિવસે જગતપિતા શ્રી બ્રહ્માજી કે આપના ગુરુનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે. તેમજ સફેદ કે કેસરયુક્ત ચંદન કરવું શ્રેષ્ઠ ગણાય છે.


તિથિના સ્વામી: અષ્ટમી તિથિના સ્વામી રુદ્ર છે.


તિથિ વિશેષ: આજના દિવસે તેમનું પૂજન-અર્ચન કરવાથી તેમજ શિવ સ્તોત્રનો પાઠ કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે.


નક્ષત્ર: આવતીકાલે પરોઢિયે 04:42 સુધી મૃગશીર્ષ ત્યારબાદ આદ્રા


આજની જન્મ રાશિઃ બપોરે 16:57 સુધી વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મિથુન (ક,છ,ઘ) પરથી રાખવું.


આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકને આરોગ્ય ક્ષેત્રે સાનુકૂળતા જણાય. ચિંતા, શોક, પાચનશક્તિના રોગ, કફના રોગમાં વધારો થતો જણાય.
વિદ્યાર્થી: ચંચળ, તેજસ્વી અને બહુમુખી પ્રતિભાવાળા હોય. પ્રકાશન, પત્રકારિતા, ગણિત, જ્યોતિષ જેવા વિષયમાં રુચિ હોય.
સ્ત્રી વર્ગઃ આધ્યાત્મિકતા અને મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણ વધારે હોય. ક્રિયાશીલ અને નવસર્જન કરનારા હોવાથી વિશેષ સ્થાન ભોગવે.
કૌટુંબિક: કૌટુંબિક પરિસ્થિતિમાં વિશેષ ભૂમિકા જોવા મળે. મિત્ર સુખ ઉત્તમ તેમજ બંધન કરતા સ્વતંત્રતાના આગ્રહી હોય.

X
Today's Panchang, 14 March 2019, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી