તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

13 એપ્રિલને શનિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિ: ચૈત્ર સુદ- 8
વિક્રમ સંવત: 2075 
આજનો તહેવાર: દુર્ગાષ્ટમી, રામ નવમી (સ્માર્ત) 
આજનો મંત્ર જાપ: ઓમ રીમ્ રૌદ્રદેહાય નમ: 
દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ 
રાત્રિનાં ચોઘડિયાં: લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ 
શુભ ચોઘડિયાં: શુભ- 07:57થી 09:31, ચલ- 12:40થી 14:15, લાભ- 14:15થી 15:49, અમૃત- 15:49થી 17:24, લાભ- 18:58થી 20:24, શુભ- 21:49થી 23:14 
યોગ: સુકર્મા 
કરણ: બાલવ 
રાહુકાળ: 09:00થી 10:30 
દિશાશૂળ: પૂર્વ 
આજનો વિશેષ યોગઃ ભવાની ઉત્પતિ, અશોક કાલિકા પ્રાશન, રવિયોગ પ્રા. 08:59, દગ્ધયોગ પ્રા. 11:42થી સૂર્યોદય 
આજનો પ્રયોગઃ આજના દિવસે શ્રી ભૈરવજી અને હનુમાનજીનું પૂજન-અર્ચન કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે તેમજ માં મહાગૌરીની પૂજા કરવી શ્રેયકર મનાય છે. તેમજ રામ સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે. 
તિથિના સ્વામી: અષ્ટમી તિથિના સ્વામી શિવજી છે. 
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી શિવજીનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે. 
નક્ષત્ર: સવારે 07:59 સુધી પુનર્વસુ ત્યારબાદ પુષ્ય 
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કર્ક રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ડ, હ અક્ષર પરથી પાડવું. 
આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ 
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન સાનુકૂળતાવાળું જણાય. તેઓને પેટ, કમર, માથાનો દુખાવો તેમજ રક્તવિકાર વિશેષ જણાય. 
વિદ્યાર્થી: વિદ્યાભ્યાસમાં નવા સંશોધનો કરે. મિત્ર વર્ગથી મધ્યમ જણાય. વિજ્ઞાન, રસાયણ, ગૂઢવિજ્ઞાન, એન્જિનિયરિંગ વિષયોમાં વિશેષ પ્રગતિ કરે. 
સ્ત્રી વર્ગઃ સર્જનાત્મકતા અને શિસ્તના આગ્રહી હોય. કાર્ય-યોજનાઓમાં તેમની સમજદારીથી વર્ષ દરમિયાન મધુર ફળ ચાખવા મળે. 
કૌટુંબિક: સમાજ સુધારણા માટે નવું કરવાની લાગણી ધરાવે. મિત્રો તેમજ કૌટુંબિક લોકો પ્રત્યે વફાદાર રહે. 
અન્ય સમાચારો પણ છે...