તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 એપ્રિલને શુક્રવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિ: ચૈત્ર સુદ- 7
વિક્રમ સંવત: 2075
 આજનો તહેવાર: વાસન્તી પૂજા (બંગાળ) 
આજનો મંત્ર જાપ: ઓમ રીમ્ સુખપ્રદાય નમ: 
દિવસનાં ચોઘડિયાંઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ 
રાત્રિનાં ચોઘડિયાં: રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ 
શુભ ચોઘડિયાં: ચલ- 06:23થી 07:58, લાભ- 07:58થી 09:32, અમૃત- 09:32થી 11:06, શુભ- 12:41થી 14:15, ચલ- 17:23થી 18:58, લાભ- 21:49થી 23:15 
યોગ: અતિગંડ
કરણ: વિષ્ટિ 
રાહુકાળ:10:30થી 12:00
દિશાશૂળ: પશ્ચિમ 
આજનો વિશેષ યોગઃ વિષ્ટિ 13:24થી 24:36, દગ્ધયોગ 13:24થી સૂર્યોદય 
આજનો પ્રયોગઃ આજે આપના કુળદેવી કે મા દુર્ગાજીનું પૂજન-અર્ચન કરવું શ્રેયકર મનાય છે તેમજ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માં કાલરાત્રિનું પૂજન કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે. 
તિથિના સ્વામી: સપ્તમી તિથિના સ્વામી શ્રી સૂર્ય છે. 
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી સૂર્યદેવની પૂજા-અર્ચના તેમજ તેમનો મંત્રજાપ કરવો શ્રેયકર મનાય છે. 

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ 
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન સાનુકૂળ જણાય. તેઓને મુખ્યત્વે પગ, કાન, તેમજ ચામડીના રોગમાં વધારો જણાય. 
વિદ્યાર્થી: જાતકમાં ચંચળતા અને સર્જનાત્મક વૃત્તિનું પરિણામ વિશેષ જણાય. વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખે તો આગ‌વી સિદ્ધિ પ્રાપ્ત કરે. 
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ અને વ્યવહારપણું વિશેષ પ્રમાણમાં જણાય. પ્રભાવશાળી વ્યક્તિત્વના લીધે ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં વિશેષ સ્થાન મળે. 
કૌટુંબિક: જીવનકાર્યમાં સિદ્ધાંતોમાં બાંધછોડ કરી સફળતા પ્રાપ્ત કરે. પારિવારિક કાર્યોમાં વિશેષ ભૂમિકામાં જોવા મળે. 

અન્ય સમાચારો પણ છે...