ભાગ્યશાળી / હોળી પર શનિ ધન રાશિમાં રહેશે અને સૂર્ય મીન રાશિમાં, 12માંથી 5 રાશિઓ માટે રંગોનો આ તહેવાર ભાગ્યશાળી રહેશે

holi rashifal 2019, holi and astrology, holi 2019, holi na upay, effect of holi in 12 zodiac signs.

divyabhaskar.com

Mar 12, 2019, 07:51 PM IST

ધર્મદર્શન ડેસ્ક: આ વર્ષે હોળિકા દહન બુધવાર, 20 માર્ચના થશે. ગુરુવાર, 21 માર્ચના ધુળેટી રમવામાં આવશે. હોળી પર શનિ ધન રાશિમાં રહેશે. બુધ ગ્રહ શનિની કુંભ રાશિમાં રહેશે. ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. સૂર્ય ગુરુની રાશિ મીનમાં રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ હોળી પર આ યોગ કેટલીક રાશિઓ માટે ખૂબ શુભ રહેશે. આ વખતે બુધવારના હોળી હોવાથી વેપારીઓ માટે લાભદાયક રહેશે. તેની સાથે જ આવકમાં વધારો થવાના પણ યોગ બની રહ્યા છે.

મેષ રાશિ

ભાવનાત્મક અને આર્થિક સુરક્ષાની જરૂર મહેસુસ થશે. વિચારમાં મોટા ફેરફાર આવી શકે છે. આજુબાજુનું વાતાવરણ ખુશીઓથી ભરપૂર રહેશો. લક્ષ્ય પર ધ્યાન આપવાથી લાભ થશે. લાંબા અંતરની યાત્રાનો યોગ બનશે.

શું કરવું - ગણેશજીને શાકરનો પ્રસાદ ધરાવો.

વૃષભ રાશિ

ચંદ્ર અને ગુરુની દ્રષ્ટિના કારણે આર્થિક લાભનો યોગ બનેલો છે. પરિવારથી ખુશીઓની પ્રાપ્તિ થશે. ચિંતા વધારનારા સમાચાર મળી શકે છે પરંતુ જલદી જ સમસ્યાઓનો ઉકેલ થઈ જશે.

શું કરવું - માતા દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવો.


મિથુન રાશિ

સારા સમાચાર મળવાના યોગ છે. ધન પ્રાપ્તિનો યોગ બનશે. કાર્યસ્થળ પર સફળતા પ્રાપ્ત થશે. રાશિ ના બધા મિત્ર ગ્રહ સારી સ્થિતિમાં હોવાથી બધાનો સાથ મળશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે.

શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો.

કર્ક રાશિ

સમય પહેલા કરતા સારો થઈ જશે. સ્વયંના કામ પર વધુ ધ્યાન આપશો તો લાભ થશે. સંબંધોનો લાભ નહીં મળી શકે. મહિનાના અંતમાં આરામ મળશે. ધનલાભના યોગ બનશે. આત્મવિશ્વાસ વધશે.

શું કરવું - હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને લાલ ફૂલ ચઢાવો.

સિંહ રાશિ

ધન લાભનો યોગ બની રહ્યો છે પરંતુ ઈચ્છા મુજબ કામ નહીં કરી શકો. ખર્ચ પણ વધુ બન્યા રહેશે. બુદ્ધિ શ્રેષ્ઠ રહેશે પરંતુ કામનું ક્રેડિટ નહીં મળી શકે.

શું કરવું - ગણેશજીને દૂર્વા ચઢાવો.

કન્યા રાશિ

અત્યારે સાવચેત રહેવાનો સમય છે. શનિની દ્રષ્ટિ મળવાથી લાભના યોગ બન્યા રહેશે. પરિવારથી સહયોગ મળશે. યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. મહેનત વધુ કરવી પડી શકે છે.

શું કરવું - શિવજી અને માતા પાર્વતીનું પૂજન કરો.

તુલા રાશિ

મંગળની દ્રષ્ટિ હોવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. ચિંતાઓ રહેશે પરંતુ હિમ્મત પણ બનેલી છે. ચંદ્ર પણ લાભદાયક રહેવાનો છે. મદદની પ્રાપ્તિ થશે અને સંપત્તિથી લાભ થશે.

શું કરવું - 108 વખત ऊँ नम: शिवाय મંત્રના જાપ કરો.

વૃશ્ચિક રાશિ

બનેલા કામ બગડી શકે છે. ચિંતાઓ વધુ રહેશે અને ખર્ચ પણ રહેશે. થોડાં દિવસ પછી ભાગ્ય સાથ આપશે અને બાધાઓ ખતમ થવા લાગશે. વિરોધીઓ પર નિયંત્રણ મેળવી શકશો.

શું કરવું - ગાયને લીલું ઘાસ ખવડાવો.

ધન રાશિ

શનિ આ રાશિમાં છે. આ કારણે કામ વધુ રહેશે પરંતુ આવક પણ બની રહેશે. કામ સમયસર પૂરા કરી શકશો. મદદ પણ પ્રાપ્ત થશે. જૂના વિવાદોનો ઉકેલ આવશે.

શું કરવું - હનુમાનજીને સિંદૂર અને તેલ ચઢાવો.

મકર રાશિ

સમય પક્ષનો બનેલો છે. ધનની સાથે માન-સન્માન પણ મળશે. કેટલીક ઈચ્છાઓ પૂરી થવાના યોગ બની રહ્યા છે પરંતુ ખર્ચ વધુ થશે અને ચિંતાઓ વધી શકે છે.

શું કરવું - શ્રીરામ દરબારના દર્શન કરો.

કુંભ રાશિ

જરૂરી કામમાં બાધાઓ ઉત્પન્ન થઈ શકે છે. માંગળિક કામમાં ખર્ચ વધુ રહેશે. આવક પણ સારી બની રહેશે. યાત્રાઓ વધુ થશે અને સંતાન સુખ મળશે. મહિનાના અંતમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે.

શું કરવું - પીપળા પાસે શનિવારના ઘીનો દીવો પ્રગટાવો.

મીન રાશિ

હોળી પર ઊર્જા વધુ રહેશે. ગુસ્સો જલદી આવી શકે છે. વધુ એક્ટિવ રહેશો. ધીરજની કમી પણ રહેશે. ઉતાવળમાં કોઈ ખોટાં નિર્ણય લઈ શકો છો. શાંતિથી કામ કરો.

શું કરવું - શિવ ચાલીસાના પાઠ કરો.

X
holi rashifal 2019, holi and astrology, holi 2019, holi na upay, effect of holi in 12 zodiac signs.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી