આજનું પંચાંગ / 9 નવેમ્બર શનિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

9 November, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Nov 09, 2019, 09:08 AM IST

તિથિ: કારતક સુદ - 12
વિક્રમ સંવત : 2076
આજનો મંત્ર જાપ: ઓમ કૃષ્ણાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિનાં ચોઘડિયાં: લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ,લાભ
શુભ ચોઘડિયાં: શુભ- 08:13થી 09:37, ચલ- 12:23થી 13:46, લાભ- 13:46થી 15:10, અમૃત- 15:10થી 16:33, લાભ- 17:56થી 19:33, શુભ- 21:10થી 22:47
યોગ: હર્ષણ
કરણ: કૌલવ
રાહુકાળ: 09:00થી 10:00
દિશાશૂળ: પૂર્વ
આજનો વિશેષ યોગઃ મન્વાદિ, પ્રબોધનોત્સવ, ગરુડ દ્વાદશી (ઓરિસ્સી. શનિ પ્રદોષ, સ્થિર યોગ 14:56થી સૂર્યોદય, વ્રજમુશળ યોગ 14:56થી સૂર્યોદય, પંચક.
આજનો પ્રયોગ : આજે ભગવાન શ્રી ભૈરવજી તેમજ શ્રી હનુમાનજીની આરાધના કરવી તેમજ તેમના મંદિરે કે કોઈ યાચકને કાળા તલનું દાન આપવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી : દ્વાદશી તિથિના સ્વામી શ્રી વિષ્ણુજી છે.
તિથિ વિશેષ : આજના દિવસે શ્રી વિષ્ણુજીનું પૂજન-અર્ચન કે તેમના સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.

નક્ષત્ર: બપોરે 14:56 સુધી ઉત્તરાભાદ્રપદ ત્યારબાદ રેવતિ.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ મીન રાશિ. આજે જન્મેલા બાળકનું નામ દ,ચ,ઝ,થ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય:જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે ઓરી-અછબડા, ગળા તેમજ માથાને લગતા રોગોનું પ્રમાણ વિશેષ જણાય.
વિદ્યાર્થી: દૃઢ ઈચ્છાશક્તિ, ઉત્સાહનું પ્રમાણ વિશેષ જણાય. તેઓ રક્ષણ, ગણિત, કાયદો, જમીન વિષયક, શિક્ષણ જેવા વિષયમાં વિશેષ રુચિ હોય.
સ્ત્રી વર્ગઃ વ્યવહાર કુશળતા, કળાત્મક વૃત્તિ તેમજ પાક શાસ્ત્રના જાણકાર હોય. મહેનતુ સ્વભાવના કારણે ગૃહ અને કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકા ભજવે.
કૌટુંબિકઃ કૌટુંબિક માન-સન્માનની જિજ્ઞાસા વધારે હોય. ન્યાયશીલતા, જવાબદારીની કૌટંુબિક પ્રિયપાત્ર હોય.

X
9 November, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી