આજનું પંચાંગ / 8 નવેમ્બર શુક્રવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

8 November, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Nov 08, 2019, 08:00 AM IST

તિથિ: કારતક સુદ - 11
વિક્રમ સંવત : 2076
આજનો તહેવાર: પ્રબોધિની એકાદશી (કચોરી)
આજનો મંત્ર જાપ: ઓમ પર ભ્ર્હ્મણે નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિનાં ચોઘડિયાં: રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
શુભ ચોઘડિયાં: ચલ- 06:49થી 08:13, લાભ- 08:13થી 09:36, અમૃત- 09:36થી 10:59, શુભ- 12:23થી 13:47, ચલ- 16:33થી 17:57, લાભ- 21:10થી 22:47
યોગ: વ્યાઘાત
કરણ: બવ
રાહુકાળ: 10:30થી 12:00
દિશાશૂળ: પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ ચાતુર્માસ સમાપ્ત, પંઢરપુર યાત્રા, દેવઊઠી એકાદશી, તુલસી વિવાહ પ્રારંભ, ભીષ્મ પંચક વ્રત, રાજ યોગ 12:25થી સૂર્યોદય, રવિયોગ સમાપ્ત.
આજનો પ્રયોગ: આજના દિવસે આપના કુળદેવી કે શ્રી દુર્ગાજીની પૂજા-અર્ચના કરવી શ્રેયકર મનાય છે. તેમજ રક્ત (લાલ) ચંદન કરવું શ્રેષ્ઠ મનાય છે.
તિથિના સ્વામી: એકાદશી તિથિના સ્વામી શ્રી વિશ્વદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી વિશ્વદેવજીનું પૂજન-અર્ચન કરવાથી ધન-ધાન્ય તેમજ જમીન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.

નક્ષત્ર: આજે બપોરે 12:13 સુધી પૂર્વાભાદ્રપદ ત્યારબાદ ઉત્તરાભાદ્રપદ.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ મીન રાશિ. આજે જન્મેલા બાળકનું નામ દ,ચ,ઝ,થ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ ગરમ જણાય. તેઓને પથરીનું દર્દ, કબજિયાત, આંતરડા, સ્નાયુને લગતી સમસ્યા વધુ જણાય.
વિદ્યાર્થી: ઉત્સાહી તેમજ નવું જાણવાની જિજ્ઞાસા વધુ હોય. તેઓ કાયદો, ભૂગોળ, કૃષિ, સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં રસ વધારે જણાય.
સ્ત્રી વર્ગઃ લાગણીશીલતા અને કલ્પનાશક્તિ સારી હોય, ચીવટપૂર્વકના કાર્યથી તેઓ ગૃહ અને કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકા ભજવે.
કૌટુંબિકઃ પરંપરા, રીતિ-રિવાજના વિરોધી હોય, પરિવાર પ્રત્યેનો નિષ્કામ પ્રેમ તેમજ સેવાભાવી વૃત્તિથી સર્વેનું મન જીતે.

X
8 November, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી