તિથિઃ માગસર સુદ - 04
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ વિનાયકાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિનાં ચોઘડિયાંઃ લાભ, ઉદ્વેગ, શુભ,અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
શુભ ચોઘડિયાં: શુભ- 08.25થી 09.46, ચલ- 12.28થી 13.49, લાભ- 13.49થી 15.10, અમૃત- 15.10થી 16.31, લાભ- 17.52થી 19.31, શુભ- 21.10થી 22.29
યોગઃ ગંડ
કરણઃ બલ
રાહુકાળઃ 09.00થી 10.30
દિશાશૂળઃ પૂર્વ
આજનો વિશેષ યોગઃ વિષ્ટિ સમાપ્ત 18.05, સ્થિર યોગ 08.16થી 18.05, રવિયોગ સમાપ્ત 08.16, વ્યતિપાત મહાપાત પ્રારંભ 22.54
આજનો પ્રયોગ: આજે વિનાયક ચોથ'ના દિવસે શ્રીગણેશજીનું પૂજન-અર્ચન કે ઉપરોક્ત મંત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: ચતુર્થીના સ્વામી શ્રી ગણેશજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે તેમની પૂજા-અર્ચના કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
નક્ષત્રઃ આજે સવારે 08.16 સુધી પૂર્વષાઢા ત્યારબાદ ઉત્તરાષાઢા.
આજની જન્મ રાશિઃ બપોરે 14.35 સુધી ધન (ભ,ધ,ફ,ઠ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મકર (ખ,જ) પરથી રાખવું.
આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. પરંતુ, તેઓને મુખ્યત્વે ચામડીના રોગ, સંધિપાત,કાનના દર્દમાં વિશેષ રોગનું પ્રમાણ જણાય.
વિદ્યાર્થીઃ જ્ઞાન તેમજ સમજદારીનું પ્રમાણ વિશેષ જોવા મળે. તેઓને સાહિત્ય, કાયદાશાસ્ત્ર, પ્રશાસન-નાણા પ્રબંધન જેવા વિષયોમાં વિશેષ રૂચિ જણાય.
સ્ત્રી વર્ગઃ સિદ્ધાંતવાદી અને આધ્યાત્મિકતાનું પ્રમાણ વિશેષ જોવા મળે, કૌટુંબિક જરૂરિયાતોને અગ્રતાક્રમ આપે તેમજ વર્ષ દરમિયાન પ્રગતિ કરે.
કૌટુંબિકઃ કૌટુંબિક પ્રશ્નો કે ઝઘડાઓમાં સમાધાનનો માર્ગ કાઢે. સેવાભાવી વૃત્તિ હોવાથી લોકોના પ્રિયપાત્ર બને.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.