આજનું પંચાંગ / 17 જુલાઈ બુધવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

17 July, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Jul 17, 2019, 08:38 AM IST

તિથિ: અષાઢ વદ - 1
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ પ્રિયંગવે નમ:
દિવસનાં ચોઘડિયાંઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિનાં ચોઘડિયાં: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
શુભ ચોઘડિયાં: લાભ- 06:05થી 07:45, અમૃત- 07:45થી 09:25, શુભ- 11:05થી 12:46, ચલ- 16:06થી 17:46, લાભ- 17:46થી 19:26, શુભ- 20:46થી 22:06, અમૃત- 22:06થી 23:26
યોગ: વૈષ્કુંભ
કરણ: બાલવ
રાહુકાળ: 12:00થી 13:30
દિશાશૂળ: ઉત્તર
આજનો વિશેષ યોગઃ ગૌરી વ્રતના પારણાં, ઈષ્ટિ, કુમાર યોગ 22:59થી 28:52
આજનો પ્રયોગ: આજે ભગવાન શ્રી વિષ્ણુજી તેમજ શ્રી ગણપતિજીનું પૂજન-અર્ચન કે તેમના સ્તોત્રનો પાઠ કરવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે.
તિથિના સ્વામી: બીજ એકમ તિથિના સ્વામી શ્રી અગ્નિદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી અગ્નિદેવજીનું પૂજન-અર્ચન અને તેમના સ્તોત્રનો પાઠ કરવાથી ધન-ધાન્ય તેમજ સારા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. કબજિયાત ગરદનના દર્દ, પિત્તાશય, સ્નાયુના દુખાવાના દર્દ વધારે જણાય.
વિદ્યાર્થી: સંશોધાત્મક સ્વભાવ અને મહેનતુ હોય. મનોવિજ્ઞાન, એન્જિિનયરિંગ, ગૂઢવિદ્યા, સંશોધન, લેખન, કાવ્ય વિષયમાં રસ વધુ હોય.
સ્ત્રી વર્ગઃ ઉત્સાહી, નવુ સર્જન કરવાવાળા હોય. આધ્યાત્મિક અને ક્ષમાશીલતાનું વિશેષ પ્રમાણ હોય. સ્નેહીજનોથી લાભ જણાય.
કૌટુંબિક: વર્ષ દરમિયાન વિશ્વપ્રેમ, સુલેહ, શાંતિ માટે કાર્યો કરે તેમજ વર્ષ દરમિયાન સામાન્ય ઘર્ષણ અને ચડતી-પડતી જણાય.

આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ મકર રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ખ,જ અક્ષર પરથી પાડવું.

X
17 July, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી