15 ફેબ્રુઆરી, શનિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિઃ મહા વદ - 7 
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ અંતકાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિનાં ચોઘડિયાંઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
શુભ ચોઘડિયાં: શુભ- 08.39થી 10.04, ચલ- 12.54થી 14.19, લાભ- 14.19થી 15.44, અમૃત- 15.44થી 17.09, લાભ- 18.34થી 20.09, શુભ- 21.44થી 23.19
યોગઃ વૃદ્ધિ
કરણઃ બાલવ
રાહુકાળઃ 09.00થી 10.30
દિશાશૂળઃ પૂર્વ
આજનો વિશેષ યોગઃ કાલાષ્ટમી, વીંછુડો પ્રારંભ 26.20, વ્યતિપાત મહાપાત 07.09થી 12.17, શ્રી ગજાનન મહારાજ પ્રાગટ્ય દિન (શૈંગાવ)
આજનો પ્રયોગ: આજના દિવસે શ્રી હનુમાનજી તેમ જ શ્રી ભૈરવજીનું પૂજન-અર્ચન કરવું તેમ જ ઉપરોક્ત મંત્ર કે તેમના કોઈ સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: સપ્તમી તિથિના સ્વામી શ્રી સૂર્યદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે ‘આદિત્ય હૃદય’ સ્તોત્રનો પાઠ તેમ જ કોઈ સૂર્યમંત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે. 
નક્ષત્રઃ આવતીકાલે પરોઢિયે 05.09 વાગ્યા સુધી વિશાખા ત્યારબાદ અનુરાધા.
આજની જન્મ રાશિઃ આજે રાત્રે 23.20 સુધી તુલા (ર,ત) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃશ્ચિક (ન, ય) પરથી રાખવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્ય
ઃ વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે સાનુકૂળતા જણાય. તેઓને ગળા, નાક, હૃદય, લોહી પરિભ્રમણને લગતા રોગોનું પ્રમાણ વધારે જણાય.
વિદ્યાર્થીઃ શિસ્ત અને નિયમિતતાના પ્રેમી હોય. તેઓને ટેક્નોલોજી, પત્રકારિતા, કાયદો જેવા વિષયમાં રૂચિ વધારે હોય.
સ્ત્રી વર્ગઃ સૌમ્ય વ્યક્તિત્વ અને કલાસૂઝ ધરાવનાર હોય. પોતાની આગવી કુશળતાથી ગૃહ તેમ જ કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકામાં જોવા મળે.
કૌટુંબિકઃ સગવડતા ભોગવવાની ઈચ્છાવાળા હોય. શીઘ્ર વિનોદવૃત્તિવાળા સ્વભાવના કારણે દરેકનું મન જીતે તેમ જ કુટુંબ પ્રત્યેનો પ્રેમ વધારે જણાય.

અન્ય સમાચારો પણ છે...