આ જનું પંચાંગ / 13 ઓગસ્ટ મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

13 August, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Aug 13, 2019, 08:49 AM IST

તિથિ: શ્રાવણ સુદ- 13
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ ધરાત્મજાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિનાં ચોઘડિયાં: કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
શુભ ચોઘડિયાં: ચલ- 09:30થી 11:07, લાભ- 11:07થી 12:44, અમૃત- 12:44થી 14:21, શુભ- 15:58થી 17:35, લાભ- 20:35થી 21:58
યોગ: પ્રીતિ
કરણ: ગર
રાહુકાળ: 15:00થી 16:30
દિશાશૂળ: ઉત્તર
આજનો વિશેષ યોગઃ શિવ પવિત્રા રોપણ, ગાથા-2 (પ્રા.), વજ્ર મુશળયોગ સૂર્યોદયથી 29:19, રવિયોગ સમાપ્ત 29:19.
આજનો પ્રયોગ: આજના દિવસે શ્રી રામભક્ત હનુમાનજીની પૂજા-અર્ચનાનું મહત્ત્વ હોય છે. આજના દિવસે તેમના કોઈ સ્તોત્ર કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: ત્રયોદશીના સ્વામી શ્રી કામદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી કામદેવજીની પૂજા-અર્ચના કરવાથી વૈવાહિક જીવન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ

આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમ ગરમ જણાય. તેઓને મુખ્યત્વે પેટ, કમર, માથાનાં દુખાવો તેમજ રક્તવિકાર વધારે જણાય.
વિદ્યાર્થી: વિદ્યાભ્યાસમાં નવા સંશોધનો કરે, મિત્ર વર્ગથી મધ્યમ જણાય. વિજ્ઞાન, રસાયણ, ગૂઠવિજ્ઞાન, એન્જિનિયરિંગમાં વિશેષ રૂચિ જણાય.
સ્ત્રી વર્ગઃ સર્જનાત્મકતા તેમજ શિસ્તના આગ્રહી હોય. કાર્ય યોજનાઓમાં તેમની સમજદારીથી વર્ષ દરમિયાન મધુરફળ ચાખવા મળે.
કૌટુંબિક: સમાજ સુધારણા માટે નવું કરવાની લાગણી ધરાવે, મિત્રો તેમજ કૌટુંબિક લોકો પ્રત્યે વફાદાર રહે.

આજની જન્મ રાશિઃ આજે સવારે 09:28 સુધી ધન (ભ,ધ,ફ,ઢ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મકર (ખ,જ) પરથી રાખવું.

X
13 August, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી